હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં ભારતને નશામુક્ત બનાવવાનો લક્ષ્યાંક: અમિતભાઈ શાહ
દેશભરના પોલીસ દળોને સંયુક્ત લડતનું આહ્વાન; નશાવિરોધી રેલી ગુજરાતના એકતાનગર પહોંચશે

નવી દિલ્હી, તા.૨૧: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી માદક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા પોલીસ દળોને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામગીરી કરવા જણાવ્યું છે. નશાવિરોધી જાગૃતિ માટે મોટરસાઇકલ રેલીને પણ પ્રસ્થાન કરાવ્યું હતું.
પોલીસ સ્મૃતિદિન નિમિત્તે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં ભારતને નશામુક્ત બનાવવાનો લક્ષ્યાંક પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૬ના બાકીના મહિના તથા ત્યારપછીનાં ત્રણ વર્ષ દરમિયાન નશાના દૂષણ સામે સંયુક્ત લડત ચલાવવાની છે.
શાહે જણાવ્યું હતું કે માદક પદાર્થો ભાવિ પેઢીને નુકસાન પહોંચાડે છે, અર્થતંત્ર ઉપર બોજ વધારે છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં સંગઠનોને નાણાકીય મદદ પહોંચાડે છે. તેમણે દેશભરના પોલીસ દળોને આ અભિયાનમાં સમર્પિત ભાવથી જોડાવા અપીલ કરી હતી.
ગૃહમંત્રીએ આશરે ૯૦ પોલીસ મોટરસાઇકલ સવારોની નશાવિરોધી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશના વિવિધ ભાગોમાંથી નીકળનારા પોલીસ સવારો ગુજરાતના એકતાનગર ખાતે ૩૧ ઓક્ટોબરે યોજાનારી એકતા પરેડમાં જોડાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
