<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પુષ્‍કરના મેળામાં બકરા અને બકરીઓની થઈ સૌંદર્ય સ્‍પર્ધા

સામાન્‍ય રીતે રાજસ્‍થાનના મેળામાં ઊંટોની બ્‍યુટી-કોન્‍ટેસ્‍ટ વધુ જાણીતી છે. જોકે હવે પશુપાલકો અન્‍ય પ્રાણીઓને પણ સૌંદર્યસ્‍પર્ધા માટે તૈયાર કરીને આવે છે. આ વખતે બકરીઓના પશુપાલકોએ બેસ્‍ટ રાજા અને બેસ્‍ટ સુંદરી ખિતાબ સાથે બકરા-બકરીઓ વચ્‍ચે બ્‍યુટી-કોન્‍ટેસ્‍ટ યોજી હતી. એમાં અલગ-અલગ પ્રજાતિનાં બકરા-બકરીઓએ ભાગ લીધો હતો. બકરીઓને સુંદર સજાવીને દર્શકોની વચ્‍ચે વોક કરવા માટે લાવવામાં આવેલી.

(10:11 AM IST)