તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
૨૦૦ કિલો કેરીના રસનો ભોગ ગ્રહણ કર્યા બાદ ભગવાન બીમારઃ ૧૪ દિવસ સુધી આરામ કરશે
ભીષણ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન અને કેરીના રસનો ભાગ ગ્રહણ કર્યા બાદ ભગવાન અસ્વસ્થ થઈ જાય છે

કોટા તા.૨૮: રાજસ્થાનના કોટામાં આવેલા ઐતિહાસિક જગદીશ મંદિરમાં લગભગ ૩૦૦ વર્ષોથી એક અનોખી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી રહી છે. અહીં દર વર્ષે જેઠ મહિનાની પૂનમ પર ભગવાનને ૧૪ દિવસનો વિશેષ બીમારી અવકાશ આપવામાં આવે છે. માન્યતા છે કે ભીષણ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન અને કેરીના રસનો ભાગ ગ્રહણ કર્યા બાદ ભગવાન અસ્વસ્થ થઈ જાય છે, જેના કારણે મંદિરના પટ ૧૪ દિવસ સુધી બંધ કરી દેવામાં આવે છે.
પરંપરા અનુસાર, જેઠ પૂનમ પર ભગવાનને ૫૧ જળ કળશ અને પંચામૃતથી વિશેષ અભિષેક કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાનને લગભગ ૨૦૦ કિલો કેરીના રસનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ રાતના ૯ વાગ્યે મંદિરના પટ બંધ કરી દેવામાં આવે છે, જેથી ભગવાન વિશ્રામ કરી શકે અને સ્વાસ્થ્ય લાભ લઈ શકે. આ દરમ્યાન ખાસ સાવધાની પણ રાખવામાં આવે છે. ભગવાનના આરામમાં કોઈ વિઘ્ન ન આવે, એટલા માટે મંદિરની ઘંટડીઓ અને ઝાલરોને કાપડથી ઢાંકી દેવામાં આવે છે. આગામી ૧૪ દિવસ સુધી પૂજારી દરરોજ ભગવાનના સ્વાસ્થ્યની પ્રતીકાત્મક દેખરેખ રાખે છે અને સ્વાસ્થ્ય લાભ માટે દૂધ તથા કાળા મરીનો વિશેષ ઉકાળો પણ અર્પણ કરવામાં આવે છે.
મંદિરના પૂજારી જગન્નાથના જણાવ્યા અનુસાર આ મંદિરની સ્થાપના દક્ષિણ ભારતમાંથી આવેલા મહારાજ અપલાચારી સ્વામીએ કરી હતી. ત્યારથી તેમના પરિવારની પેઢી આ મંદિર સેવા સાથે જોડાયેલી છે. વર્તમાનમાં છઠ્ઠી પેઢી તરીકે એસ.કે.શ્રીનિવાસ મંદિરની દેખરેખ રાખે છે. મંદિરમાં પૂજા-પાઠ, ભોગ, ભજન-કીર્તન અને સાફ-સફાઈના વિવિધ કામમાં ચાર લોકો જોડાયેલા છે.
સ્થાનિક માન્યતાઓ અનુસાર, લગભગ ૩૫૦ વર્ષ પહેલા હાડૌતી વિસ્તારના શ્રદ્ધાળુ સમિતિ મર્યાદિત અવરજવરની સુવિધાના કારણે જગન્નાથપુરી મંદિર જઈ શકતા નહોતા. આ જ કારણથી કોટાના રામપુરા વિસ્તારમાં ભગવાન જગદીશનું આ મંદિર સ્થાપિત કર્યું. આ મંદિરમાં ભગવાન જગદીશ, બલભદ્ર અને બહેન સુભદ્રાની પ્રતિમાઓ વિરાજમાન છે. મંદિર સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
