News of Thursday, 15th October 2026
૧૦૦ કિલો સોનાનાં ઘરેણાં પહેરીને સજ્યાં માતા દુર્ગા
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં દુર્ગાપૂજાનો એક પંડાલ આ દિવસોમાં ચર્ચામાં : આ ઘરેણાંની અંદાજિત બજાર કિંમત લગભગ ૧૨૦થી ૧૪૦ કરોડ રૂપિયા

સિલિગુડ તા.૧૫: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સેન્ટ્રલ કોલોનીની દુર્ગાપૂજા આ દિવસોમાં ચર્ચામાં છે. આ વખતે અહીં માતા દુર્ગાની મૂર્તિને ૧૦૦ કિલોથી વધુ સોનાનાં ઘરેણાંથી સજાવવામાં આવી છે. સોનાનાં ઘરેણાંથી સજેલી માતાની મૂર્તિનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પંડાલમાં પહોંચી રહ્યા છે. દુર્ગાપૂજાના ૬૪મા વર્ષે પૂજા સમિતિએ પંડાલની થીમ A Fairy Tale of Sculptures રાખી છે. પંડાલની સજાવટ અને માતા દુર્ગાના ભવ્ય સ્વરૂપે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
પંડાલને મૂર્તિઓની સુંદરતા અને કલાને ધ્યાનમાં રાખીને સજાવવામાં આવ્યો છે. જોકે, અહીં આવતા લોકો માટે સૌથી મોટું આકર્ષણ સોનાનાં ઘરેણાંથી સજેલી માતા દુર્ગાની મૂર્તિ છે. શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવાની સાથે તેમની તસવીરો પણ ખેંચી રહ્યા છે. પંડાલના ઉદ્ધાટન પછીથી જ અહીં લોકોની ભીડ વધી રહી છે. આ જ કારણ છે કે આ વર્ષે સેન્ટ્રલ કોલોનીની દુર્ગાપૂજા સિલિગુડીમાં ખૂબ ચર્ચા મેળવી રહી છે.
પંડાલના પરિસરમાં ૪૦થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ, સશષ દળો અને ખાનગી સુરક્ષા એજન્સીઓના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે દર્શન કરાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ઉત્સવ દરમિયાન લોકોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય.
આયોજકોના જણાવ્યા અનુસાર, માતા દુર્ગાની મૂર્તિ પર સજાવવામાં આવેલાં સોનાનાં ઘરેણાં જાણીતી જ્વેલરી બ્રાન્ડ Senco Gold & Diamonds દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યાં છે. આ ઘરેણાંની અંદાજિત બજારકિમત લગભગ ૧૨૦થી ૧૪૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સેન્ટ્રલ કોલોની દુર્ગાપૂજાનું ઔપચારિક ઉદ્ધાટન જલપાઈગુડીના સાંસદ જયંત રોયે કર્યું હતું. ઉદ્ધાટન પછી માતા દુર્ગાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા હતા. અહીં A Fairy Tale of Sculpturesની કલાત્મક થીમ લોકોને આકર્ષી રહી છે.
કોલકાતાની દુર્ગાપૂજા દેશભરમાં જાણીતી છે. અહીં દર વર્ષે વિશાળ અને અનોખી થીમ ધરાવતા પંડાલો સજાવવામાં આવે છે. પヘમિ બંગાળનાં અન્ય શહેરોમાં પણ દુર્ગાપૂજાનો આવો જ ઉત્સાહ જોવા મળે છે. સિલિગુડીની સેન્ટ્રલ કોલોનીનો પંડાલ પણ આ વખતે પોતાની ખાસ સજાવટ અને સોનાનાં ઘરેણાંથી સજેલી માતા દુર્ગાની મૂર્તિને કારણે ચર્ચામાં છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
