<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

‘લાલબાગચા રાજા'ના ચરણોમાં સોનાની ઈંટ અર્પણ!

લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવેલી અન્‍ય વસ્‍તુઓમાં સોનાના ઘરેણાં, સોનાના મોદક, ચાંદીની ગદા અને ક્રિકેટ બેટનો સમાવેશ

મુંબઈ,તા.૧: ગણેશોત્‍સવ દરમિયાન, લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડ્‍યા હતા. ભક્‍તોએ પ્રાર્થના અને માનતા સાથે બાપ્‍પાના ચરણોમાં દાન પણ અર્પણ કર્યું હતું

ઘણા ભક્‍તોએ અગાઉના વર્ષની તેમની માનતા પૂર્ણ થયા બાદ પણ દાન આપ્‍યું હતું.

આ વર્ષે, ૧૨ દિવસના ગણેશોત્‍સવમાં લાલબાગચા રાજાને કુલ રૂ. ૬,૧૧,૯૬,૫૦૦નું દાન મળ્‍યું થયું છે. તેમાં રોકડ, સોનું, ચાંદી અને અન્‍ય વિવિધ કિમતી વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

એક અજ્ઞાત ભક્‍તે આ વર્ષે લાલબાગચા રાજાને ૨૪-કેરેટ સોનાની ૧ કિલોની ઈંટ અર્પણ કરી હતી. તેનું મૂલ્‍ય અંદાજે રૂ. ૧.૪૮ કરોડ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, એક અજ્ઞાત ભક્‍તે ભગવાન ગણેશની ૧૮-કેરેટ સોનાની મૂર્તિ અર્પણ કરી હતી.

૧૪૧ ગ્રામ વજન ધરાવતી આ મૂર્તિનું મૂલ્‍ય રૂ. ૧૫.૬૫ લાખ છે. લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવેલી અન્‍ય વસ્‍તુઓમાં સોનાના ઘરેણાં, સોનાના મોદક, ચાંદીની ગદા અને ક્રિકેટ બેટનો સમાવેશ થાય છે. દાનમાં બે મોટરબાઈક પણ મળી હતી

ગણેશોત્‍સવના ૧૨ દિવસ દરમિયાન, ભક્‍તોએ લાલબાગચા રાજા માટે રાખવામાં આવેલા વિવિધ દાન પેટીઓમાં નાણાં જમા કરાવ્‍યા હતા. દાનની કુલ રકમ રૂ. ૬,૧૧,૯૬,૫૦૦ હતી. આમાંથી, 'સ્‍ટેજ બોક્‍સ'માં રૂ. ૩.૫૩ કરોડ એકત્રિત થયા હતા, જ્‍યારે 'તરંગ બોક્‍સ'માં રૂ. ૨.૪૨ કરોડ પ્રાપ્ત થયા હતા. 'વિસર્જન બોક્‍સ'માં રૂ. ૧૬.૧૪ લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી.

(9:55 AM IST)