<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

સોનું રૂા.૫૦,૦૦૦ સસ્‍તું છતાં ખરીદદારો ગાયબઃ ડિમાન્‍ડમાં ૭૦%નો મોટો કડાકો

સોનું પોતાની પીક પ્રાઇસથી ૫૦ હજાર સસ્‍તું થઈ ગયું છે, પરંતુ ખરીદીમાં થયેલા ઘટાડાએ બધાને ચોંકાવી દીધા

 

નવી દિલ્‍હી તા.૨: સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનમાં ૧૫ હજારથી વધુના ઘટાડા બાદ જુલાઈના પ્રથમ દિવસે પણ કિમતી ઘાતુના ભાવ ઘટ્‍યા છે. ૧ જુલાઈએ સોનું ૧૯૦૦ રૂપિયા તો ચાંદી ૬૦૦૦ રૂપિયા સસ્‍તી થઈ છે. ફેબ્રુઆરીથી લઈને જૂન ૨૦૨૬ સુધી ૨૪ કેરેટ સોનું આશરે ૩૬૦૦૦ રૂપિયા સુધી ઘટી ગયું છે. ૧૯ જાન્‍યુઆરીએ સોનું સર્વોચ્‍ચ સપાટી પર હતું અને તેની કિમત ૧.૭૬ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી. ૧ જુલાઈએ તેનો ભાવ ૧.૩૯ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે. કિમતમાં મોટા ઘટાડા છતાં સોનાની કિમતમાં ખરીદી જોવા મળી રહી નથી.

સોનાની કિતમમાં ઘટાડા છતાં તેની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો નથી. ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસિએશનના રિપોર્ટ પ્રમાણે સોનાની માગમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો આવ્‍યો છે.   IBJA ના સચિવ સુરેન્‍દ્ર મહેતા પ્રમાણે ઇમ્‍પોર્ટ ટ્‍યૂટીમાં વધારા બાદ ભારતીય બજારમાં સોનાની માગ ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે. મહત્‍વનું છે કે ૧૩ મેએ સરકારે ગોલ્‍ડ પર ઇમ્‍પોર્ટ ડ્‍યૂટીને ૬ ટકાથી વધારી ૧૫ ટકા કરી દીધી હતી. ઇમ્‍પોર્ટ ડ્‍યૂટીમાં વધારાની અસર સોનાની ખરીદી પર જોવા મળી છે.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ દેશના લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલ કામ કરી ગઈ અને લોકો નવું સોનું ખરીદવાની જગ્‍યાએ જૂનું સોનું વેચી રહ્યાં છે.  IBJA એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે સરકાર તરફથી ઇમ્‍પોર્ટ ડ્‍યૂટી વધાર્યા બાદ લોકો સોનાની ખરીદીમાં સાવધાની રાખી રહ્યાં છે. નવું સોનું ખરીદવાની જગ્‍યાએ જૂનું સોનું વેચી કામ ચલાવી રહ્યાં છે. એપ્રિલ-જૂન ૨૦૨૬મા ભારતીયોએ આશરે ૫૦ ટન સોનું વેચી રોકડ એકત્ર કરી છે. લોકોને ડર લાગી રહ્યો છે કે તોનાની કિમતમાં હજુ ઘટાડો થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૪૦૦૦ ડોલર પ્રતિ ઔંસના મહત્‍વના લેવલથી નીચે આવી ગયું છે. મધ્‍યપૂર્વમાં ચિતા અને અમેરિકામાં વ્‍યાજદરો ઊંચા રહેવાની આશાને કારણે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

સોનાની ઘટની માગ ભલે સરકારી ખજાનાનું ભારણ ઘટાડી રહી હોય, વિદેશી મુદ્રા ભંડાર બચાવી રહી હોય, પરંતુ તેનાથી જ્‍વેલર્સને ભારે નુકસાન થઈ રહ્યું છે. જ્‍વેલર્સ સેક્‍ટર પર દબાવ છે. સોનાની ઘટતી માગે લાખો લોકોના રોજગાર પર સંકટ ઉભું કર્યું છે. ખાસ કરી નાના કારીગરોની ચિંતા વધી રહી છે.

MCX પર સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી ૫૦,૦૦૦ રૂપિયા સસ્‍તું થઈ ગયું છે. વર્ષની શરૂઆતમાં ગોલ્‍ડની કિમત ૧૯૨૯૯૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી, જે ઘટી ૧૪૨૫૪૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક માર્કેટમાં સ્‍પોટ ગોલ્‍ડની કિમત ૦.૬ ટકાના ઘટાડા સાથે  ઼૩,૯૮૧.૬૯ પર પહોંચી ગઈ છે, જે સાત મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. ઘરેલું બજારની વાત કરીએ તો ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જારી સોના-ચાંદીના ભાવ આ પ્રકારે છે.

૨૪ કેરેટ શુદ્ધ સોનાની કિંમત ૧,૩૮,૮૭૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ

૨૨ કેરેટ શુદ્ધ સોનાની કિંમત ૧,૨૭,૭૭૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ

૧૮ કેરેટ શુદ્ધ સોનાની કિંમત ૧,૦૮,૫૭૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ(૩૮.૨)

(9:32 AM IST)