હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનું-ચાંદી મોંઘું થવાના એંધાણ! ૩% GST છૂટ ખતમ કરવા પ્લાન
૭ ઓક્ટોબરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વની ચર્ચા થવાની શક્યતા

નવી દિલ્હી,તા.૫: સોના અને ચાંદીની આયાતને લઈને સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પર બેન્કો તથા અધિકૃત એજન્સીઓને મળતી ૩ ટકા ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ની છૂટ હવે ખતમ થઈ શકે છે. આ અંગે ૭ ઓક્ટોબરે યોજાનારી જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં મહત્વની ચર્ચા થવાની શક્યતા છે.
વિદેશમાંથી સોનું, ચાંદી અને પ્લેટિનમ આયાત કરતી નામાંકિત એજન્સીઓ તથા બેન્કોને મળતી IGST મુક્તિ દૂર કરવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ સમક્ષ આવી શકે છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો કિમતી ધાતુઓની આયાત સાથે જોડાયેલી વર્તમાન કર વ્યવસ્થામાં મોટો ફેરફાર થશે.
હાલની વ્યવસ્થા પ્રમાણે સોના, ચાંદી અને પ્લેટિનમની આયાત પર ૩ ટકા IGST વસૂલવામાં આવે છે. જોકે બેન્કો અને સરકાર દ્વારા અધિકૃત કેટલીક નામાંકિત એજન્સીઓને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૭માં વેપારને સરળ બનાવવા અને આયાત પ્રક્રિયાને સુગમ બનાવવા માટે આ વિશેષ છૂટ આપવામાં આવી હતી. હવે સરકાર આ વ્યવસ્થાની ફરી સમીક્ષા કરી રહી છે.
કિમતી ધાતુઓની આયાત લાંબા સમયથી સરકાર માટે ચિતાનો વિષય રહી છે. ખાસ કરીને સોનાની મોટી આયાતને કારણે દેશનું વિદેશી હૂંડિયામણ બહાર જાય છે અને વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધે છે.
સરકાર જો ૩ ટકા IGSTની છૂટ દૂર કરે છે તો બેન્કો અને અધિકૃત એજન્સીઓને પણ આયાત સમયે આ ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી બુલિયન એજન્સીઓ અને અન્ય વેપારીઓ વચ્ચે ટેક્સની લ્લષ્ટિએ વધુ સમાન વ્યવસ્થા ઊભી થઈ શકે છે.
આ નિર્ણયથી સરકારને કિમતી ધાતુઓની આયાત પર નજર રાખવામાં અને વિદેશી હૂંડિયામણની બચતમાં મદદ મળી શકે છે. જોકે અંતિમ નિર્ણય ૭ ઓક્ટોબરની GST કાઉન્સિલની બેઠક બાદ જ સ્પષ્ટ થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
