<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

વૈશ્વિક બાજરાના મિશ્ર સંકેતો વચ્ચે સાંકડી વધઘટે સોના અને ચાંદીના અથડાતા ભાવ

ચાંદીની કિંમતમાં એકંદરે સ્થિર વલણ : અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂપિયા 500 ઘટીને રૂપિયા 1,55,500 થયા

અમદાવાદ :વિશ્વ બજારમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે સોનાના ભાવમાં આજે સાંકડી વધઘટ જોવા મળતી હતી. જ્યારે ચાંદીની કિંમતમાં એકંદરે સ્થિર વલણ રહ્યું હતું. અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂપિયા 500 ઘટીને રૂપિયા 1,55,500 થયા છે.
વૈશ્વિકસ્તરે હાજર સોનાનો ભાવ ઔંસદીઠ 3.7 ડોલર ઘટી 4,697.66 ડોલર રહ્યો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.28 ઘટી 75.34 ડોલર રહ્યા છે.

વિગતકિંમત / રેન્જચાંદી ચોરસા240,000-2,45000રૂપું2,39,600-2,44,600સિક્કા જુના2000-2400999 સોનું1,53,500- 1,55,500995 સોનું1,53,200- 1,53,200દાગીના151,360ડોલર4106ગોલ્ડ (Gold)1593


અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી 1,55,500, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિાય 1,55,200 રહ્યા હતા અમદાવાદ ચાંદી કીલોનો ભાવ રૂપિયા 2,45,000 રહ્યો હતો.

(8:48 PM IST)