તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સોનામાં વધુ ૪૦૦૦-ચાંદીમાં ૭૦૦૦ રૂા. તૂટયા
હાજરમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,પ૬,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર : બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે કડાકાનો દોર જારી રહયો છે. સોનામાં વધુ ૪૦૦૦ અને ચાંદીમાં ૭૦૦૦ રૂપીયાનો ઘટાડો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે ૪૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,પ૬,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૪૦,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ૧૬,૦૦,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે બપોરે ૧પ,૬૦,૦૦૦ રૂપીયા થઇ ગયા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ૭૦૦૦ રૂપીયા તુટયા છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૭૦૦૦ રૂપીયા ઘટયા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના પગલે છેલ્લા બે દિવસથી સોનામાં ૬૦૦૦ રૂપીયા અને ચાંદીમાં ૧ર,૦૦૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
