હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
₹75,000 સ્ટાઇપેન્ડ સાથે ભારતીય સેનામાં BJMC વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક! 75 દિવસની ઇન્ટર્નશિપમાં મળશે 15 એકેડેમિક ક્રેડિટ, દિલ્હીમાં ઓન-સાઇટ કામનો અનુભવ
ADG Strategic Communication દ્વારા AICTE પોર્ટલ પર ઓફર, મહિને ₹30,000 સ્ટાઇપેન્ડ, 15 દિવસ ઓનલાઇન + 60 દિવસ દિલ્હી ઓફિસમાં કામ, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

નવી દિલ્હી તા.૨૯ : BJMC એટલે કે Bachelor of Journalism and Mass Communication ના વિદ્યાર્થીઓ માટે ભારતીય સેનાએ મોટી તક જાહેર કરી છે. ADG Strategic Communication દ્વારા 75 દિવસની ઇન્ટર્નશિપ શરૂ કરવામાં આવી છે જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને કુલ ₹75,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
કુલ 75 વર્કિંગ ડે. શરૂઆતના 15 દિવસ ઓનલાઇન અને ત્યારબાદ 60 દિવસ દિલ્હીમાં ઓન-સાઇટ કામ કરવાનું રહેશે. મહિને ₹30,000 ના દરે કુલ ₹75,000 સુધી સ્ટાઇપેન્ડ મળશે. જોકે સ્ટાઇપેન્ડ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અને 75% થી વધુ હાજરી હોય તો જ આપવામાં આવશે.
ઇન્ટર્નશિપ પૂર્ણ કરનારને 15 એકેડેમિક ક્રેડિટ પણ આપવામાં આવશે.
પસંદગી પામેલા ઇન્ટર્ન્સ મીડિયા એનાલિસિસ, બિહેવિયરલ રિસર્ચ, ક્રિએટિવ કન્ટેન્ટ જનરેશન, સોશિયલ મીડિયા કેમ્પેન પ્લાનિંગ, પબ્લિક અફેર્સ, ઓડિયન્સ એન્ગેજમેન્ટ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ જેવા કામ કરશે.
સુરક્ષાના કારણોસર ઓફિસ પરિસરમાં લેપટોપ અને સ્માર્ટફોન લઈ જવાની મનાઈ છે. માત્ર બેઝિક નોન-સ્માર્ટફોનની છૂટ છે. કામ માટે ઓફિસ દ્વારા જ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ આપવામાં આવશે.
ઓફિસ સમય સવારે 9 થી સાંજે 5, સોમવારથી શનિવાર રહેશે. ફોર્મલ ડ્રેસ કોડ ફરજિયાત છે.
આ ઇન્ટર્નશિપ AICTE ઇન્ટર્નશિપ પોર્ટલ પર ADG Strategic Communication હેઠળ ઓફર કરવામાં આવી છે.
BJMC નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ AICTE પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
મીડિયા અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા BJMC વિદ્યાર્થીઓ માટે ભારતીય સેનાની આ ઇન્ટર્નશિપ એક મોટો પ્લેટફોર્મ છે. નાણાકીય લાભની સાથે-સાથે સરકારી સંસ્થામાં કામ કરવાનો અનુભવ પણ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
