તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 15th September 2026
ઈલેક્ટ્રિક વાહન ખરીદદારો માટે સુવર્ણ તક: દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની દ્વારા પોતાના પ્રીમિયમ અને લોકપ્રિય ઈ-મોડેલ્સ પર લાખો રૂપિયાના આકર્ષક ઓફર્સની જાહેરાત
ઓગસ્ટ મહિના દરમિયાન નવી ઈ-કાર ખરીદનારા ગ્રાહકોને કેશ ડિસ્કાઉન્ટ સહિત વિવિધ રોકડ ફાયદાઓ સાથે રૂ. ૨.૭૫ લાખ સુધીનું મસમોટું બચત ફંડ મેળવવાની તક મળશે

નવી દિલ્હી: દેશના ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી ટાટા મોટર્સે ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સનું સીઝનલ પેકેજ જાહેર કર્યું છે. ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારતા ગ્રાહકો માટે કંપની દ્વારા પોતાની શ્રેષ્ઠ ઈ-સબ-કોમ્પેક્ટ અને પ્રીમિયમ SUV કારો પર રૂ. ૨.૭૫ લાખ સુધીની તગડી છૂટ આપવાની યોજના બનાવી છે. આ વિશેષ ઓફર હેઠળ ગ્રાહકોને નગદ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય રોકડ લાભો અને એક્સચેન્જ બોનસનો સીધો લાભ મળશે.
કંપનીના સત્તાવાર મોડેલ વાઈઝ ડિસ્કાઉન્ટના આંકડા મુજબ:
ટાટા હેરિયર ઈવી (Harrier EV): કંપનીની સૌથી પ્રીમિયમ અને પાવરફુલ ઈલેક્ટ્રિક SUV 'હેરિયર ઈવી' પર આ મહિને સૌથી વધુ એટલે કે રૂ. ૨.૭૫ લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ભારતીય બજારમાં ૨૧.૪૯ લાખથી ૩૦.૪૩ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની રેન્જમાં ઉપલબ્ધ આ કાર સિંગલ ચાર્જ પર ૫૩૮ કિમીથી લઈને ૬૨૭ કિમી સુધીની લાંબી ડ્રાઈવિંગ રેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે.
ટાટા ટિયાગો ઈવી (Tiago EV): એન્ટ્રી-લેવલ અને હેચબેક સેગમેન્ટમાં ભારે લોકપ્રિયતા ધરાવતી 'ટિયાગો ઈવી' પર ગ્રાહકોને કુલ રૂ. ૧.૪૫ લાખ સુધીના રોકડ અને અન્ય લાભો મળી રહ્યા છે. ૬.૯૯ લાખથી ૯.૯૯ લાખ રૂપિયા સુધીની એક્સ-શોરૂમ કિંમત ધરાવતી આ કાર એક વખત પૂર્ણ ચાર્જ કર્યા બાદ ૨૨૬ કિમીથી ૨૮૫ કિમી સુધીનું અંતર સરળતાથી કાપે છે.
ટાટા નેક્સન ઈવી (Nexon EV): દેશમાં સૌથી વધુ વેચાતી અને ગ્રાહકોની પહેલી પસંદ ગણાતી 'નેક્સન ઈવી' મોડેલ પર આ ઓગસ્ટ માસમાં રૂ. ૪૫,૦૦૦ સુધીની કુલ બચત થઈ શકે તેમ છે. ૧૨.૪૯ લાખથી ૧૭.૬૯ લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતમાં આવતી આ ઈ-કાર સિંગલ ચાર્જમાં ૨૭૫ કિમીથી ૪૮૯ કિમીની દમદાર રેન્જ ઓફર કરે છે.
ઓટો સેક્ટરના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાહન ખરીદતા પહેલા સંબંધિત શહેર અથવા સ્થાનિક ડીલરશિપ પર જઈને આ તમામ ઓફર્સ, તેની શરતો અને વેરિઅન્ટ મુજબ મળતા ડિસ્કાઉન્ટની સંપૂર્ણ ચકાસણી કરી લેવી હિતાવહ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
