News of Wednesday, 30th September 2026
ગૂગલનું ધમાકેદાર પ્રમોશન: ભારતમાં લોન્ચ થયું સ્ક્રીન વગરનું ડિજિટલ ‘Google Fitbit Air’, કિંમત ₹૧૩,૯૯૯; જાણો ફીચર્સ અને બેટરી લાઈફ
Whoop ને ટક્કર આપવા ગૂગલ લાવ્યું અત્યાર સુધીનું સૌથી નાનું અને હલકું સ્માર્ટ ટ્રેકર; એક જ ચાર્જ પર ચાલશે આખો સપ્તાહ, ૨ ઓક્ટોબરથી વેચાણ શરૂ

નવી દિલ્હી, તા.૩૦: ગ્લોબલ લોન્ચના થોડા મહિનાઓ બાદ, ટેક જાયન્ટ Google એ ભારતીય બજારમાં પોતાનું લેટેસ્ટ અને અનોખું હેલ્થ ટ્રેકર Google Fitbit Air સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. ₹૧૩,૯૯૯ ની કિંમતમાં આવતું આ ટ્રેકર સામાન્ય સ્માર્ટવોચ કરતાં તદ્દન અલગ છે કારણ કે તેમાં કોઈ ડિસ્પ્લે સ્ક્રીન કે નોટિફિકેશનની ઝંજટ નથી. જે લોકો સ્ક્રીનની દિનચર્યાથી દૂર રહીને કેવળ પોતાના સ્વાસ્થ્ય, ઊંઘ અને ફિટનેસ પર સચોટ નજર રાખવા માગે છે, તેમના માટે આ ડિવાઇસ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
રંગબેરંગી લૂક, કાંકરા જેવી સાઈઝ અને ૭ દિવસની બેટરી
Google Fitbit Air એ ગૂગલનું અત્યાર સુધીનું સૌથી નાનું ટ્રેકર છે, જેના સેન્સર્સ કાંકરા (pebble) જેવા આકારના નાનકડા મોડ્યુલમાં ફિટ થયેલા છે. ભારતમાં તે Obsidian, Berry, Lavender અને Fog જેવા ચાર મનમોહક રંગોમાં ઉપલબ્ધ થશે. આ ટ્રેકરની સૌથી મોટી ખાસિયત તેની બેટરી લાઈફ છે – એક જ ચાર્જ પર તે સળંગ ૭ દિવસ સુધી કામ કરે છે, જ્યારે કેવળ ૫ મિનિટના ફાસ્ટ ચાર્જિંગમાં આખા દિવસનો પાવર મળી રહે છે.
હૃદયના ધબકારાથી લઈને Afib સુધીની સચોટ હેલ્થ ટ્રેકિંગ
સ્ક્રીન વગરનું આ ઉપકરણ ૨૪ કલાક હાર્ટ રેટ, આરામની સ્થિતિમાં હાર્ટ રેટ (resting heart rate), SpO2, હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV) અને ઊંઘના તબક્કાઓને ટ્રેક કરે છે. આ ઉપરાંત, તે હૃદયના ધબકારામાં અનિયમિતતા (Afib Alerts) અંગે પણ વપરાશકર્તાઓને એલર્ટ કરે છે. ટ્રેકરનો તમામ ડેટા યુઝર્સ પોતાના ફોનમાં આપેલી Google Health App માં વિસ્તૃત રીતે જોઈ શકે છે. તે એન્ડ્રોઇડ ૧૧ કે તેથી વધુ અને iOS ૧૬.૪ કે તેથી વધુ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા તમામ સ્માર્ટફોન સાથે કામ કરશે.
લોન્ચ ઓફર્સ અને ગૂગલ હેલ્થ પ્રીમિયમ
ભારતમાં આ ટ્રેકરનું વેચાણ ૨ ઓક્ટોબરથી ગૂગલ સ્ટોર અને ગૂગલના અધિકૃત રિટેલ પાર્ટનર્સ પરથી શરૂ થશે. લોન્ચ ઓફરના ભાગરૂપે દરેક ગ્રાહકને ૩ મહિનાનું Google Health Premium ટ્રાયલ ફ્રી મળશે, જેમાં AI સંચાલિત 'Google Health Coach' ની સુવિધા સામેલ છે. જીમમાં કસરત કરતી વખતે મશીન કે વર્કઆઉટ ચાર્ટનો ફોટો પાડીને આ AI કોચ દ્વારા વર્કઆઉટ સીધું લોગ પણ કરી શકાય છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
