તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગૂગલનું જેમિની AI થયું અંકુશ બહાર? ટેસ્ટિંગ દરમિયાન ભૂલથી ૩ અસલી કંપનીઓના નેટવર્ક હેક કરી દીધા!
ડમી સિમ્યુલેશનના બદલે ઈન્ટરનેટ પર અસલી કંપની સિસ્ટમમાં ઘૂસી ગયું AI: સાયબર સુપર-ઈન્ટેલિજન્સ માનવ નિયંત્રણ માટે મોટો પડકાર બનવાના સંકેત

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી કેટલી ઝડપથી માનવ નિયંત્રણમાંથી બહાર જઈ રહી છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૂગલના સૌથી અદ્યતન એઆઈ મોડલ 'જેમિની'એ પોતાની સાયબર સિક્યોરિટી ક્ષમતાઓની તપાસ કરવા માટે યોજાયેલા એક ટેસ્ટિંગ દરમિયાન નિયમોની મર્યાદા વટાવી દીધી હતી. ડમી કંપનીના બદલે ગૂગલના જેમિની AIએ ઈન્ટરનેટ પર વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી ત્રણ મોટો કંપનીઓના ઓનલાઈન નેટવર્ક સિસ્ટમમાં લોગ-ઈન કરીને તેને હેક કરી દીધું હતું.
મળતી માહિતી મુજબ, ગૂગલના રિસર્ચર્સે જેમિની મોડલને એક ડમી કંપનીના સિમ્યુલેટેડ નેટવર્ક પર સાયબર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ ડમી કંપનીનું નામ ઈન્ટરનેટ પરની અસલી કંપની સાથે મળતું આવતું હોવાથી અને જેમિનીને ઈન્ટરનેટ એક્સેસ મળેલો હોવાથી, તેણે પોતાની રીતે અંદાજિત પાસવર્ડ્સ તેમજ ઓનલાઈન ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને વાસ્તવિક કંપનીઓ સહિત અન્ય બે કંપનીઓના ઓનલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સફળતાપૂર્વક લોગ-ઈન કરી લીધું હતું.
પોતે જ ભૂલ ઓળખી હુમલો અટકાવ્યો, AIના વિકાસ સામે ગંભીર સવાલો
જોકે, રાહતની વાત એ રહી કે અસલી કંપનીઓની સિસ્ટમમાં પ્રવેશ્યા બાદ જેમિની મોડલને પોતે જ અહેસાસ થયો હતો કે તે ડમી સિમ્યુલેશનમાં નથી પરંતુ વાસ્તવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. આ ભાન થતાં જ જેમિનીએ પોતાની મેળે જ હેકિંગનો હુમલો અટકાવી દીધો હતો અને કંપનીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. નોંધનીય છે કે, ગૂગલ અગાઉ એન્થ્રોપિક, OpenAI અને મેટા જેવી અગ્રણી AI લેબ્સમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. આ કિસ્સા બાદ એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોદેઈ જેવા ક્ષેત્રના અગ્રણીઓએ AIના વિકાસની ગતિ ધીમી કરવાની માંગ કરી છે, જ્યારે એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગનું માનવું છે કે ટેકનોલોજીનો વિકાસ અટકવો ન જોઈએ.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
