તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
દેશના કરોડો મજૂરો માટે સરકાર લાવી નવી યોજનાઃ મળશે પેન્શન
દૈનિક વેતન કામદારોને પણ પગારદાર વ્યક્તિઓની જેમ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા આપવામાં આવશે : દેશના લગભગ ૯૦ ટકા કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગિગ કામદારો, ઘરકામ કરનારાઓ અને પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો આવે છે

નવી દિલ્હી,તા.૯: દેશના કરોડો મજૂરો માટે ખુશખબરી છે. દૈનિક વેતન કામદારોને પણ પગારદાર વ્યક્તિઓની જેમ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા આપવામાં આવશે. આ કોઈ સપનું નથી, પરંતુ હકીકત બની ચૂક્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAએ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખાસ NPS સંચય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કરોડો કામદારોને સામેલ કરવામાં આવ્યા છે અને તેમને પેન્શનનો ફાયદો પણ મળશે.
PFRDAના અનુસાર, દેશના લગભગ ૯૦ ટકા કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગિગ કામદારો, ઘરકામ કરનારાઓ અને પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો આવે છે. હાલ આ લોકોને કોઈપણ પ્રકારનો ઔપચારિક પેન્શનનો ફાયદો મળતો નથી. જેથી PFRDAએ આ કામદારોને સામાજિત સુરક્ષા આપવા માટે NPS સંચય યોજના શરૂ કરી છે. આમાં રોકાણની મર્યાદા ઓછી અને સરળ રાખવામાં આવી છે, જેથી ઓછી આવકવાળા લોકો પણ આમાં સામેલ થઈ શકે.
NPS જેવી જ હશે આ સ્કીમ- PFRDAનું કહેવું છે કે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રો માટે લોન્ચ થયેલી આ સ્કીમની શરત અને નિયમો જૂની NPSÞી જેમ જ હશે. પરંતુ તેનો ઉદ્દેશ જાટિલતાઓ વિશે શ્રમિકોને જાગૃત કરવા અને કોઈ ઝંઝટ વિના સેવાનિવૃતિ પર પેન્શનનો લાભ અપાવવાનો છે. આ યોજના આ કામદારોને સલાહના અભાવ છતાં રોકાણ અને વળતરનો લાભ મેળવવા સક્ષમ બનાવશે., જે તેમની સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે. આ યોજનામાં આંશિક ઉપાડની પણ તક આપવામાં આવશે.
ક્યાં કેવી રીતે ખોલાવવું NPS સંચય ખાતું?- આમાં કોઈપણ વ્યક્તિ ઘરે બેઠાં E-NPS પોર્ટલ અથવા KFintech દ્વારા ખાતુ ખોલાવી શકે છે. ઓફલાઈન ખાતું ખોલાવવા માટે કોઈપણ બેંક, નાણાકીય સંસ્થા અથવા સેવા કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકાય છે. એનપીએસ સંચયમાં ન્યૂનતમ અને આગળના રોકાણના બધા નિયમ વર્તમાન એનપીએસ યોજના જેમ જ રહેશે. આમાં ખાતું ખોલવા માટે ન્યૂનતમ ૫૦૦ રૂપિયાનું રોકાણ જરૂરી હશે અને ત્યારબાદ દર વર્ષે ઓછામાં ઓછું ૧,૦૦૦ રૂપિયાનું રોકાણ જરૂરી હશે.
ક્યાં કેવી રીતે ખોલાવવું NPS સંચય ખાતું?- આમાં કોઈપણ વ્યક્તિ ઘરે બેઠાં E-NPS પોર્ટલ અથવા KFintech દ્વારા ખાતુ ખોલાવી શકે છે. ઓફલાઈન ખાતું ખોલાવવા માટે કોઈપણ બેંક, નાણાકીય સંસ્થા અથવા સેવા કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકાય છે. એનપીએસ સંચયમાં ન્યૂનતમ અને આગળના રોકાણના બધા નિયમ વર્તમાન એનપીએસ યોજના જેમ જ રહેશે. આમાં ખાતું ખોલવા માટે ન્યૂનતમ ૫૦૦ રૂપિયાનું રોકાણ જરૂરી હશે અને ત્યારબાદ દર વર્ષે ઓછામાં ઓછું ૧,૦૦૦ રૂપિયાનું રોકાણ જરૂરી હશે.
કામદારો માટે બની ગઈ ચોથી શ્રેણી- દેશમાં કામદારો અને શ્રમિકો માટે હવે ચોથી કેટેગરી પણ બનાવી દેવામાં આવી છે. અકુશળ, અર્ધ-કુશળ અને કુશળ એમ ત્રણ હાલની શ્રેણીઓ પછી, બીજી શ્રેણી, અત્યંત કુશળ, બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે નવા લેબર કોડમાં સમાવિષ્ટ આ ચાર શ્રેણીઓના આધારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે, પ્રસ્તાવિત નિયમોનો ડ્રાફટ અપનાવાયા પછી, ઉચ્ચ કુશળ કામદારોનું વર્ગીકરણ કરવા માટે એક વેતન બોર્ડની રચના કરવામાં આવશે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
