તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
સરકારે વિટામિન D3 અને કેલ્શિયમ સહિત ૩૦ દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા
નવા ભાવ કરતાં વધુ કિંમત લેનાર પાસેથી વ્યાજ સહિત રકમ વસૂલી શકાશે

નવી દિલ્હી,તા.૧: નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)એ વિટામિન D3 અને કેલ્શિયમ જેવી ૩૦ દવાઓ અને ફોર્મ્યુલેશનના નવા છૂટક ભાવ નક્કી કર્યા છે. NPPA દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં આવતી દવાઓ માટે જો કોઈ રીટેલર અથવા કંપની નવા નક્કી કરાયેલા ભાવ કરતાં વધુ રકમ વસૂલ કરશે તો વધારાની રકમ વ્યાજ સાથે તેમની પાસેથી વસૂલ કરવાની જોગવાઈ પણ કરવા આવી છે.
દરદીઓને આવશ્યક દવાઓ નિર્ધારિત દરે મળી શકે એ માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર ૨૦૧૩ હેઠળ દવાઓના નવા ભાવની યાદી જાહેર કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ હવે નવી કિમત દર્શાવવાની રહેશે. આ યાદીમાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, પેઇનકિલર, ઍલર્જી, ચેપ અને મહિલા સ્વાસ્થ્ય માટેની દવાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિટામિન D3 ઓરલ સોલ્યુશન, કેલ્શિયમ, વિટામિન D3, મિથાઇલકોબાલામિન, એલ-મેથાઇલફોલેટ કેલ્શિયમ અને પાયરિડોક્સલ-૫ વગેરે દવા અને ફોર્મ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
