<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ડીઝલમાં સંભવિત રૂા.૫૦ના વધારાની સામે સરકારે માત્ર રૂા.૭નો વધારો કર્યો

સરકારે કેવી રીતે અટકાવ્‍યો? પીએમ મોદીનો મોટો ખુલાસો : વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળા વચ્‍ચે ખેડૂતોને રાહત આપવા કેન્‍દ્ર સરકારના પ્રયાસોની વડાપ્રધાન મોદીએ માહિતી આપીઃ ડીઝલના સંભવિત ભાવવધારાનો મોટો હિસ્‍સો સરકાર ઉઠાવી રહી હોવાનો દાવો

નવી દિલ્‍હી તા.૧૩ : વડાપ્રધાન મોદીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને લઈને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની માહિતી આપી છે. તેમણે જણાવ્‍યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્‍યો હોવા છતાં કેન્‍દ્ર સરકારે તેનો સંપૂર્ણ બોજ સામાન્‍ય નાગરિકો અને ખેડૂતો પર પડવા દીધો નથી.

ડીઝલના ભાવમાં સંભવિત રૂા.૫૦ પ્રતિ લિટરના વધારાની સામે સરકારે માત્ર રૂા.૭નો વધારો કર્યો છે, જ્‍યારે બાકીના રૂા.૪૩નો બોજ સરકાર પોતે ઉઠાવી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને સસ્‍તા દરે ખાતર ઉપલબ્‍ધ કરાવવાથી લઈને કૃષિ નિકાસ અને ઉત્‍પાદન વધારવા સુધીનાં પગલાંનો પણ તેમણે ઉલ્‍લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્‍યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમતોમાં થોડા જ અઠવાડિયાંમાં મોટો ઉછાળો આવ્‍યો હતો. કાચા તેલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરથી વધીને ૧૨૨ ડોલર સુધી પહોંચી ગયા હતા. આ પરિસ્‍થિતિમાં દેશમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે રૂા.૫૦નો વધારો કરવો પડે તેવી સ્‍થિતિ ઊભી થઈ હતી.

જોકે, કેન્‍દ્ર સરકારે સામાન્‍ય નાગરિકો અને ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલના ભાવમાં માત્ર રૂા.૭નો વધારો કર્યો હોવાનું વડાપ્રધાને જણાવ્‍યું હતું. બાકીના રૂા.૪૩નો ખર્ચ સરકાર પોતે ભોગવી રહી છે. તેના કારણે સરકારને દર મહિને અંદાજે રૂા.૧૪,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતની સરખામણીમાં પાડોશી દેશોમાં ડીઝલના ભાવમાં ૪૦થી ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો ઉલ્‍લેખ કરતાં PM મોદીએ જણાવ્‍યું કે છેલ્‍લા ૧૨ વર્ષમાં સસ્‍તા દરે ખાતર ઉપલબ્‍ધ કરાવવા માટે સરકારે કુલ રૂા.૧૬ લાખ કરોડ ખર્ચ્‍યા છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની વધતી કિમતો વચ્‍ચે પણ ભારતીય ખેડૂતોને રાહત આપવામાં આવી છે.

વડાપ્રધાનના જણાવ્‍યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂા.૫,૦૦૦માં મળતી ૫૦ કિલોગ્રામ DAP ખાતરની થેલી ભારતીય ખેડૂતોને માત્ર રૂા.૧,૩૦૦માં ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહી છે. સરકારની આ વ્‍યવસ્‍થાથી ખેડૂતોને ખેતીના ખર્ચમાં રાહત મળી રહી છે અને કૃષિ ઉત્‍પાદન જાળવવામાં મદદ મળી રહી છે.

ભારતીય કૃષિ ક્ષેત્રની પ્રગતિ અંગે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી પછી પ્રથમ વખત છેલ્‍લા એક દાયકામાં દેશનો વાર્ષિક કૃષિ વિકાસ દર ૪ ટકાથી વધુ રહ્યો છે. તેમણે વિશ્વ બેંકના એક સંશોધનનો ઉલ્‍લેખ કરીને જણાવ્‍યું કે છેલ્‍લા ૧૨થી ૧૩ વર્ષ દરમિયાન ૫૦ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્‍યા છે. તેમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ગરીબી ઘટવાની ગતિ વધુ રહી હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું. ભ્‍પ્‍ મોદીએ કહ્યું કે ખેતી માત્ર અર્થતંત્રનો ભાગ નથી, પરંતુ તે ભારતની સંસ્‍કૃતિ અને સામાજિક જીવનનો આધાર છે. વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે કૃષિને આધુનિક ટેક્રોલોજી સાથે જોડવી જરૂરી છે.

તવડાપ્રધાને કૃષિ ક્ષેત્રની નિકાસમાં થયેલા વધારાને પણ મહત્‍વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. તેમના જણાવ્‍યા અનુસાર, ભારત હવે દર વર્ષે ૪ લાખ કરોડ રૂપિયાથી વધુ કિમતનાં કૃષિ ઉત્‍પાદનોની નિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બદલાતા સમય પ્રમાણે ખેતીની પદ્ધતિ, બજાર અને ટેક્રોલોજીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. અગાઉની સરકારો માત્ર અનાજના ભંડાર ભરવા પર ધ્‍યાન આપતી હતી, પરંતુ હવે કૃષિ ક્ષેત્રને વૈશ્વિક બજાર સાથે જોડવાની જરૂર છે. ખેડૂતોની આવક વધારવા માટે ઉત્‍પાદનની સાથે નિકાસ અને બજારની નવી તકો ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે.

ભ્‍પ્‍ મોદીએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રની વૈશ્વિક ઉપલબ્‍ધિઓ ગણાવતાં જણાવ્‍યું કે ભારત આજે દૂધ, કઠોળ, શણ, ચોખા, ઘઉં, કપાસ, ફળો, શાકભાજી, માછલી અને બરછટ અનાજના ઉત્‍પાદનમાં વિશ્વમાં અગ્રણી સ્‍થાન ધરાવે છે. છેલ્‍લા એક દાયકામાં દેશમાં દૂધના ઉત્‍પાદનમાં ૭૦ ટકા અને ઈંડાના ઉત્‍પાદનમાં ૯૦ ટકાનો વધારો થયો છે. જ્‍યારે માછલીનું ઉત્‍પાદન બમણાથી પણ વધુ થયું છે. આ આંકડાઓ રજૂ કરીને તેમણે કૃષિ સાથે સંકળાયેલા અન્‍ય ક્ષેત્રોની વધતી ક્ષમતાનો ઉલ્‍લેખ કર્યો હતો.

ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ વડાપ્રધાને માહિતી આપી હતી. PM-KUSUM યોજના હેઠળ દેશમાં આશરે ૧૨ લાખ સોલર પંપ લગાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં માટી પરીક્ષણ પ્રયોગશાળાઓની સંખ્‍યા વધીને ૮,૪૦૦થી વધુ થઈ છે.

દેશમાં ૭,૫૦૦થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રો અને ૧૦,૦૦૦ ખેડૂત ઉત્‍પાદક સંગઠનો (FPO) કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું. આ માળખાકીય સુવિધાઓ ખેડૂતોને નવી ટેકનોલોજી, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેતીની આધુનિક પદ્ધતિઓ સાથે જોડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહી છે.

pmમોદીએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ ઘટાડીને કુદરતી ખેતી તરફ આગળ વધવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકસાન થઈ શકે છે. ખેતીમાં લાંબા ગાળાની સફળતા માટે જમીનનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવું જરૂરી છે.

તેમણે ખેડૂતોને માત્ર ઘઉં, ચોખા અને શેરડી જેવા પરંપરાગત પાકો પર આધારિત ન રહેવા અને પાક વૈવિધ્‍યકરણ અપનાવવા પણ જણાવ્‍યું હતું. વિવિધ પાકોની ખેતી દ્વારા ખેડૂતો પોતાની આવકના નવાસ્ત્રેત ઊભા કરી શકે છે. વડાપ્રધાનના જણાવ્‍યા અનુસાર, આધુનિક ટેક્રોલોજી, કુદરતી ખેતી અને પાક વૈવિધ્‍યકરણથી ભારતીય કૃષિ ક્ષેત્રને નવી દિશા મળી શકે છે.

(11:06 AM IST)