હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરમાં ‘દરબાર મૂવ’ હેઠળ સરકારી કચેરીઓ બંધઃ ૨ નવેમ્બરથી જમ્મુમાં સચિવાલય ધમધમશે
૯૧ સરકારી કચેરીઓ જમ્મુ ખસેડાશેઃ કર્મચારીઓને ૨૫ હજારનું વિશેષ ભથ્થું : બે દિવસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલવાહક વાહનોને પ્રતિબંધ

જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં ૧૫૪ વર્ષ જૂની ઐતિહાસિક ‘દરબાર મૂવ’ પરંપરા અંતર્ગત શ્રીનગરની સરકારી કચેરીઓ બંધ કરીને શિયાળુ રાજધાની જમ્મુમાં સચિવાલય ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પાંચ દિવસના કાર્યસપ્તાહવાળી કચેરીઓ ૩૦ ઓક્ટોબરે અને છ દિવસના કાર્યસપ્તાહવાળી કચેરીઓ આજે ૩૧ ઓક્ટોબરે બંધ થઈ છે. જમ્મુના નાગરિક સચિવાલયમાં ૨ નવેમ્બરથી સરકારી કામગીરી શરૂ થશે.
સરકારી આદેશ મુજબ કુલ ૯૧ કચેરીઓ અને સંસ્થાઓ જમ્મુ ખસેડાશે. તેમાંથી ૪૧ કચેરીઓ સંપૂર્ણપણે સ્થળાંતર કરશે, જ્યારે ૫૦ કચેરીઓ મર્યાદિત કર્મચારીઓ સાથે કેમ્પ પદ્ધતિથી કાર્યરત રહેશે. કેમ્પ કચેરીઓમાં મંજૂર કર્મચારીઓના ૩૩ ટકા અથવા ૧૦ કર્મચારીઓ, બેમાંથી જે ઓછું હોય તેટલા કર્મચારીઓ રહેશે. સ્થળાંતર માટે પાત્ર કર્મચારીઓને ૨૫ હજાર રૂપિયાનું વિશેષ પ્રવાસ ભથ્થું મળશે. કર્મચારીઓ અને સરકારી દસ્તાવેજોના પરિવહનને ધ્યાનમાં રાખીને ૩૧ ઓક્ટોબર તથા ૧ નવેમ્બરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૪ ઉપર ભારે અને મધ્યમ માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકાયો છે.
દરબાર મૂવની શરૂઆત મહારાજા રણવીરસિંહે ૧૮૭૨માં કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુથી રાજકીય-વહીવટી કામગીરી ચાલતી હતી. આશરે ૩૦૦ કિલોમીટર દૂર સમગ્ર દરબાર ખસેડવાની આ પરંપરા ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના ભારત સાથે વિલય બાદ પણ ચાલુ રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
