તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
રાજકોટ સહિત દેશના ચાર એરપોર્ટને મહત્વના હબ તરીકે વિકસાવવા સરકારની યોજના

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાજકોટ સહિત દેશના ચાર એરપોર્ટને એક હબ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે : કે જેથી દુબઇ, દોહા, સિંગાપોર અને ફ્રેન્કફર્ટ જેવા શહેરો માટે કનેકટિવીટી સરળ બને : આ માટે ૧લી જૂનથી દિલ્હી ખાતે કામ શરૂ થશે તે પછી બેંગ્લોર, મુંબઇ અને રાજકોટ હિરાસર એરપોર્ટમાં કામ શરૂ થશે : એક વખત માળખાગત સુવિધાઓ સ્થાપિત થઇ જાય તે પછી મુસાફરો દેશના અનેક શહેરોમાંથી આ એરપોર્ટ પર ઉડાન ભરી શકશે અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ સાથે સરળતાથી જોડાય શકશે : રાજકોટની પસંદગી એટલા માટે કરાઇ છે કે રાજકોટથી અખાતના દેશો બે - ત્રણ કલાક જ દુર છે : દા.તા. તરીકે રાયપુરથી ઓમાન વાયા રાજકોટ જતી ફલાઇટમાં મુસાફર ત્યાં જ કસ્ટમ્સ અને ઇમિગ્રેશન કિયર કરી શકશે તેના પછી રાજકોટથી ઓમાનની કનેકટીંગ ફલાઇટ લઇ શકશે : રાજકોટની ઇન્ડીગો પાસેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને એરલાઇન કનેકટિવીટી મળવાની શક્યતા છે
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
