તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી ન મળતા સરકારે બે સીમાંકન બિલ પાછા ખેંચ્યા: બંધારણીય સુધારા બિલ નિષ્ફળ ગયા બાદ સરકારની મોટી પીછેહઠ

લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે બંધારણીય સુધારા બિલ નિષ્ફળ જતાં સરકારે અન્ય બે સીમાંકન બિલોને પણ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
સંસદના નીચલા ગૃહ લોકસભામાં સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સીમાંકન અંગે લાવવામાં આવેલ બંધારણીય સુધારા બિલ પસાર કરાવવા માટે જરૂરી એવી બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. આ બિલ નિષ્ફળ ગયા બાદ, સરકારે તાત્કાલિક અસરથી અન્ય બે સીમાંકન બિલ પણ પાછા ખેંચી લીધા છે.
આ નિર્ણયને રાજકીય દ્રષ્ટિએ સરકારની મોટી પીછેહઠ માનવામાં આવી રહી છે. વિપક્ષોના વિરોધ અને શાસક પક્ષ પાસે સંખ્યાબળના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આ મામલે સરકારની આગામી રણનીતિ શું હશે અને વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે, જે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
