તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
સરકારે ભગવાન રામના નામે મત માંગ્યા પરંતુ ચઢાવા અને ડોનેશનની કોઇ પરવાહ ના કરી. પૈસા ક્યાં ગયા ? :સાંસદ રામગોપાલ યાદવ
સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે જણાવ્યું, 'રામ મંદિરના ડોનેશનની ચોરી એક મોટો મામલો છે. આ ઘટના દેશ અને દુનિયાભરના કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલી છે

સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે જણાવ્યું, 'રામ મંદિરના ડોનેશનની ચોરી એક મોટો મામલો છે. આ ઘટના દેશ અને દુનિયાભરના કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલી છે જે ભગવાન શ્રીરામ અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે. લોકો પરેશાન છે. સરકાર, ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકારે ભગવાન રામના નામે મત માંગ્યા પરંતુ ચઢાવા અને ડોનેશનની કોઇ પરવાહ ના કરી. પૈસા ક્યાં ગયા, તેનો કોઇ હિસાબ નથી. આ વર્તમાન આંકડો માત્ર 45થી 50 દિવસનો છે જ્યારે આવી ચોરી 1990થી થઇ રહી છે. જ્યારે અડવાણીજીએ રથયાત્રા શરૂ કરી હતી તો લોકોએ મોટા પાયે દાગીના અને પૈસા આપ્યા હતા. આ ત્યારથી ચાલી રહ્યું છે. અમે આ મુદ્દો ઉઠાવીશું.'
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
