News of Friday, 1st May 2026
મોંઘવારીના નામે મતો મેળવનાર સરકાર સૌથી મોંઘી સરકાર સાબિત થઈ :કોમર્શિયલ ગેસમાં તોતિંગ વધારા બાદ હવે પેટ્રોલ-ડીઝલ માટે તૈયાર રહો
1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરાયો:કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થશે: 2026માં કોમર્શિયલ ગેસના ભાવમાં રૂ.1500 સુધીનો વધારો થયો: કોંગ્રેસના આકરા પ્રહાર

અમદાવાદ : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોદી સરકાર સૌથી મોંઘી સરકાર છે. રેસ્ટોરન્ટો અને નાના ધાબાઓ પર ભાવ વધારાની સીધી અસર થાય છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરાયો છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થશે. 2026માં કોમર્શિયલ ગેસના ભાવમાં રૂ.1500 સુધીનો વધારો થયો છે. ચૂંટણી પૂર્ણ થતા હજી પણ અનેક ક્ષેત્રમાં ભાવ વધારો આવશે એવું લાગી રહ્યું છે. માર્ચ મહિનામાં ઘરેલું ગેસ પર પણ ભાવ વધારો કર્યો હતો પણ ચૂંટણી હોવાથી વધુ ભાવ વધારો કર્યો નહોતો. મોંઘવારીના નામે મતો મેળવ્યા એ જ સરકાર આજે સૌથી મોંઘી સરકાર સાબિત થઈ રહી છે. કોમર્શિયલ ગેસ,પેટ્રોલ-ડીઝલનો કેટલો જથ્થો છે તેની વિગતો સરકાર જાહેર કરે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા માટે પણ જનતા તૈયારી રાખે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
