News of Tuesday, 8th September 2026
મોંઘા કોચિંગના સામ્રાજ્ય સામે સરકારનો મોટો દાવઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દેશભરના યુવાનોને મળશે નિઃશુલ્ક ઓનલાઇન માર્ગદર્શન અને શ્રેષ્ઠ શિક્ષકોનો સીધો લાભ
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખર્ચમાંથી મુક્તિઃ ઘરઆંગણે રહી સંતાનો કરી શકશે તૈયારી, સમગ્ર કાર્યક્રમ ઉપર સરકાર રાખશે સતત કડક દેખરેખ પણ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મોંઘી કોચિંગ સંસ્થાઓ ઉપર આધાર રાખતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવા કેન્દ્ર સરકારે નિઃશુલ્ક ઓનલાઇન કોચિંગનું રાષ્ટ્રીય માળખું ઊભું કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જણાવ્યું હતું કે કોચિંગનો વધતો ખર્ચ અનેક પરિવારો માટે મોટો આર્થિક બોજ બની ગયો છે.
વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે દેશના શ્રેષ્ઠ શિક્ષકો અને ઉપલબ્ધ ડિજિટલ જાહેર માળખાને એકસાથે જોડીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણ કોચિંગ વ્યવસ્થા ઊભી કરાશે. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે સરકાર કાર્યક્રમની નિયમિત દેખરેખ પણ રાખશે.
મોદીએ કહ્યું કે સામાજિક દબાણને કારણે અનેક માતા-પિતા આર્થિક ક્ષમતા ન હોવા છતાં સંતાનોને મોંઘી કોચિંગ સંસ્થાઓમાં મોકલે છે. ઘણી વખત વિદ્યાર્થીઓને પરિવારથી દૂર બીજા શહેરમાં રહેવું પડે છે, જેના કારણે કોચિંગ ફી ઉપરાંત રહેઠાણ, ભોજન અને પ્રવાસનો ખર્ચ પણ વધી જાય છે.
નિઃશુલ્ક ઓનલાઇન વ્યવસ્થાથી યુવાનો પોતાના પરિવારની નજીક રહીને અભ્યાસ કરી શકશે. જોકે કાર્યક્રમ ક્યારથી શરૂ થશે, કઈ પરીક્ષાઓને પ્રથમ તબક્કામાં આવરી લેવાશે તથા પ્રવેશપ્રક્રિયા કેવી રહેશે તેની વિસ્તૃત કાર્યપદ્ધતિ જાહેર થવાની બાકી છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
