હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 30th May 2026
દિલ્હીથી ગુજરાત પરત ફરતી વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સહ-યાત્રીઓ સાથે કરી ચર્ચા
તેમણે મુસાફરો સાથે દેશના બદલાતા ચિત્ર, આર્થિક નીતિઓ અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધી રહેલી જાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી

નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય કૃષિ સંમેલન’ના સફળ સમાપન બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેન દ્વારા ગુજરાત પરત ફરવા માટે પ્રસ્થાન કર્યું હતું. પોતાની આ ટ્રેન મુસાફરી દરમિયાન રાજ્યપાલે એક સામાન્ય નાગરિકની જેમ સહ-યાત્રીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરો સાથે દેશના બદલાતા ચિત્ર, આર્થિક નીતિઓ અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધી રહેલી જાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સામાન્ય જનતાની રાષ્ટ્રીય નીતિઓ અને ખેડૂતોના મહત્વ પ્રત્યેની ઊંડી સમજ જોઈને રાજ્યપાલએ ભારે સુખદ આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યો હતો.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
