હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્રેમી-નોમિનેટેડ ગાયક કૃષ્ણા દાસ ભારતમાં મચાવશે ધૂમ: 'હોમ ઇન ધ હાર્ટ ૨૦૨૬' ટૂરની જાહેરાત, અમદાવાદ અને મુંબઈ સહિત ૫ શહેરો ભક્તિરસમાં ડૂબશે!
‘અમેરિકાના ચાંટ માસ્ટર’ ઓક્ટોબર-નવેમ્બરમાં કીર્તન અને આધ્યાત્મિક સંગીતની લહાણી કરશે; નીમ કરોલી બાબાના આશીર્વાદથી શરૂ થયેલી સફર હવે ભારતના આંગણે

મુંબઈ, તા.૩૦: વિશ્વભરમાં કીર્તન અને ભક્તિ સંગીતના માધ્યમથી લાખો લોકોના દિલ જીતનારા પ્રખ્યાત કીર્તન કલાકાર અને ગ્રેમી-નોમિનેટેડ અમેરિકન ગાયક કૃષ્ણા દાસ ફરી એકવાર ભારતના પ્રવાસે આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ ના ઉત્તરાર્ધમાં તેઓ ભારતના મોટા શહેરોમાં બહુપ્રતિક્ષિત લાઇવ કોન્સર્ટની શ્રેણી યોજશે. પરંપરાગત હિન્દુ ભક્તિ મંત્રોચ્ચારને પશ્ચિમી સમકાલીન સંગીત સાથે અદભુત રીતે મિશ્રિત કરવા માટે જાણીતા કૃષ્ણા દાસ આ વખતે ભારતીય ચાહકોને મંત્રમુગ્ધ કરવા સજ્જ થયા છે.
‘હોમ ઇન ધ હાર્ટ ૨૦૨૬’ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
કૃષ્ણા દાસે સત્તાવાર રીતે તેમના ભારત પ્રવાસને "હોમ ઇન ધ હાર્ટ ૨૦૨૬" નામ આપ્યું છે. આ આધ્યાત્મિક સફર આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ભારતના પાંચ પ્રમુખ શહેરોમાં યોજાશે. સંગીતપ્રેમીઓ અને ભક્તો તેમની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે.
તમારા શહેરમાં ક્યારે યોજાશે આ ભક્તિમય સાંજ, જુઓ તારીખો:
· નવી દિલ્હી: શુક્રવાર, ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬
· મુંબઈ: રવિવાર, ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬
· પુણે: શુક્રવાર, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬
· અમદાવાદ: રવિવાર, ૧ નવેમ્બર, ૨૦૨૬
· બેંગલુરુ: બુધવાર, ૪ નવેમ્બર, ૨૦૨૬
કોણ છે કૃષ્ણા દાસ? અમેરિકાથી ભારત સુધીની અનોખી સફર
"અમેરિકાના યોગના ચાંટ માસ્ટર" તરીકે લોકપ્રિય બનેલા કૃષ્ણા દાસ મૂળ અમેરિકન ગાયક અને આધ્યાત્મિક શિક્ષક છે. ૧૯૬૦ ના દાયકાના અંતમાં તેઓ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ રામ દાસને મળ્યા હતા અને ત્યારબાદ ૧૯૭૦ માં તેઓ ભારત આવ્યા હતા. ભારતમાં તેઓ આધ્યાત્મિક સંત નીમ કરોલી બાબાના સંપર્કમાં આવ્યા, જેમણે તેમને 'કૃષ્ણા દાસ' નામ આપ્યું હતું.
બાબાના માર્ગદર્શન હેઠળ તેમણે કીર્તન ગાવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમેરિકા પરત ફરીને તેમણે ૧૯૪ માં ન્યૂ યોર્કના અલગ-અલગ યોગ કેન્દ્રોમાં જાહેરમાં કીર્તનનું નેતૃત્વ કરવાનું શરૂ કર્યું અને પશ્ચિમી જગતને ભારતીય ભક્તિધારાનો પરિચય કરાવ્યો.
ગ્રેમી એવોર્ડ સુધી પહોંચ્યો છે કીર્તનનો અવાજ
કૃષ્ણા દાસના ભક્તિ સંગીતનો જાદુ એટલો મોટો છે કે વર્ષ ૨૦૧૩ માં તેમના સુપ્રસિદ્ધ આલ્બમ ‘લાઈવ આનંદ’ને પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ ન્યૂ એજ આલ્બમ’ (Best New Age Album) ની શ્રેણી માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું.
આગામી કોન્સર્ટમાં ભારતભરના ચાહકો માટે માત્ર સંગીત જ નહીં, પરંતુ મંત્ર જાપ, ધ્યાન અને ભક્તિની એક શુદ્ધ અને આધ્યાત્મિક સાંજ માણવાનો સુવર્ણ અવસર મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
