તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
દાદા-દાદીના સ્થાને પૌત્ર પણ અનુકંપા નિમણૂક મેળવી શકે છે
મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક ચુકાદામાં હસ્તક્ષેપ કરવા સુપ્રીમકોર્ટનો ઈનકાર

નવી દિલ્હી તા.૬: સંયુક્ત પરિવારમાં દાદા-દાદીનું સ્થાન માતા-પિતા સમાન હોય છે, અને ક્યારેક તેઓ જ બાળકોના સાચા પાલનહાર બને છે. કાયદાની દ્રષ્ટિકોણથી પણ હવે આ સંબંધોની મહત્તાને સ્વીકારવામાં આવી રહી છે, જે તાજેતરના સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાથી સ્પષ્ટ થાય છે. સુપ્રીમ કોર્ટે અનુકંપા નિમણૂક સાથે જોડાયેલા એક કેસમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટના એક આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં રેલવેને મૃત કર્મચારીના પૌત્રને અનુકંપા નિમણૂક આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દાદા-દાદીના અવસાન પર તેમની જગ્યાએ પૌત્ર પણ અનુકંપા નિમણૂક મેળવી શકે છે. નિયમો હેઠળ તેને નજીકના સગા તરીકે અનુકંપા નિમણૂક માટે ધ્યાનમાં લઈ શકાય છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પડકારતી કેન્દ્ર સરકાર અને રેલવેની અરજી ફગાવી દીધી છે અને પૌત્રને અનુકંપા નિમણૂક આપવાના આદેશને યથાવત રાખ્યો છે. આ આદેશ જસ્ટિસ મનોજ મિશ્રા અને જાસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે ૨૮ સપ્ટેમ્બરે આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારની વિશેષ અનુમતિ અરજી ફગાવતા કહ્યું કે તેમને હાઇકોર્ટના નિર્ણયમાં દખલ આપવા માટે કોઈ યોગ્ય આધાર નજરે પડતો નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી ફગાવવાથી હાઇકોર્ટનો ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ નો નિર્ણય યથાવત રહ્યો છે, જેમાં પૌત્રને અનુકંપા નિમણૂક આપવા પર વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશમાં પૌત્રને નજીકના સગા તરીકે અનુકંપા નિમણૂક આપવા અંગેના નિયમો અને કાયદાનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં રેલવેએ જીતેન્દ્ર વર્માને દાદીના અવસાન પછી તેમની જગ્યાએ અનુકંપા નિમણૂક આપવાની ના પાડી દીધી હતી. કેસ મુજબ જીતેન્દ્રના દાદાનું ૨૦૦૨માં અવસાન થયું હતું અને તેમના પિતાનું પણ ૨૦૦૬માં અવસાન થયું હતું. જીતેન્દ્રનો ઉછેર તેમના દાદી છમા બાઈએ કર્યો હતો, જેઓ પヘમિ-મધ્ય રેલવેના ભોપાલ મંડળમાં હેલ્પર-૨/ખલાસી તરીકે નોકરી કરતા હતા. ૧૯ જૂન ૨૦૧૬ના રોજ નોકરી દરમિયાન જ તેમનું અવસાન થઈ ગયું હતું. જીતેન્દ્રનું નામ ૨૦૦૭માં છમા બાઈના સર્વિસ રેકોર્ડમાં ઉત્તરાધિકારી/નોમિની તરીકે નોંધાઈ ચૂક્યું હતું. જીતેન્દ્રએ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સિવિલ કોર્ટમાંથી ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું અને દાદીની જગ્યાએ અનુકંપા નિમણૂકનો દાવો કર્યો હતો.
જોકે, રેલવેએ ઉત્તરાધિકાર પ્રમાણપત્રને નિવૃત્તિ સંબંધિત બાકી રકમના ચુકવણી સુધી મર્યાદિત ગણીને નિમણૂક માટે સ્વીકાર્યું ન હતું. જો કે તેમાં કોઈ વિવાદ ન હતો કે જીતેન્દ્ર પરિવારનો એકમાત્ર જીવિત સભ્ય હતો. જીતેન્દ્રએ અનુકંપા નિમણૂકના દાવામાં કહ્યું હતું કે તે છમા બાઈનો દત્તક પુત્ર છે. પરંતુ રેલવેએ દત્તક લેવાની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા અને બાદમાં તેનો દાવો ફગાવી દીધો હતો
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
