તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
પાક.ના ઉપવડાપ્રધાનના પૌત્રએ વિદેશી બે મહિલા પર રેપ કર્યોઃ ક્રિપ્ટોની લૂંટ
ભારત વિરુદ્ધ ઝેર ઓકતા ઈશાક ડારના પૌત્ર રઝા ડારની મુશ્કેલી વધી : ઈશાક ડારનો પૌત્ર હથિયારો સાથે મહિલાઓ પાસે પહોંચ્યો, બંધક બનાવી એક લાખ ડોલરના ક્રિપ્ટો પડાવ્યા : પીડિત મહિલાઓ અને ઇશાકનો પૌત્ર સિંગાપોરમાં મળ્યા હતા, બન્ને ક્રિપ્ટોના બિઝનેસમાં પાર્ટનર હતાઃ પાક. મીડિયા

ઈસ્લામબાદ,તા.૦૬: પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઈશાક ડારના પૌત્ર રઝા ડાર દ્વારા એક શરમજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. રઝા ડારે પોતાના સાથીઓ સાથે મળીને બે વિદેશી મહિલાઓને, બંધક બનાવી લીધી હતી અને તેના પર અત્યાચાર કર્યો હતો. બન્ને પર ગેંગરેપ થયો હોવાના પણ અહેવાલો છે. આ બન્ને વિદેશી મહિલાઓ પાસેથી ક્રિપ્ટો કરંસી લૂટવાના ઇરાદાથી બંધક બનાવવામાં આવી હતી. ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે, પરિસ્થિતિ કઈક અલગ હોવાનું સામે, જાણિતા પાકિસ્તાનના ઉપવડાપ્રધાન ઇશાક ડાર દુનિયાભરમાં ઇમાનદારીની વાતો કરતા ફરે છે જોકે પોતાના જ ઘરે આવ્યું છે.
ઇશાક ડારના પૌત્ર રઝા ડારે કેટલાક અન્યોની સાથે મળીને બે વિદેશી મહિલાઓને ન માત્ર બંધક બનાવી સાથે તેના પર ગેંગરેપ ગુઝાર્યો અને આ બન્ને મહિલાઓ પાસે રહેલી ક્રિપ્ટો કરંસી પડાવવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે, આવ્યું છે કે હાલ આ મહિલાઓ પાસેથી આશરે એક લાખ ડોલરની ક્રિપ્ટો કરંસી પડાવી લેવામાં આવી છે.
પાકિસ્તાની મીડિયા સમક્ષ આ બન્ને પીડિત મહિલાઓએ આપવીતી વર્ણવી હતી, એક મહિલાએ જણાવ્યું હતું કે હું & મારી મિત્રને ત્યાં રોકાઈ હતી, તે સમયે જ કેટલાક લોકો હથિયારો સાથે મારી પાસે આવ્યા હતા. બાદમાં બંદુકો દેખાડીને અમને બંધક બનાવી લેવામાં આવી હતી. તેમની પાસેથી ડિવાઇસ લઇ લીધા હતા અને તેના પાસવર્ડ માગવા લાગ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે અમને બંધક બનાવનારાઓમાં પાક.ના ઉપવડાપ્રધાન ઈશાક ડારનો પૌત્ર મોહમ્મદ રઝા ડાર પણ હતો. જે અમારી પાસેથી વારંવાર ક્રિપ્ટોની માગણી કરી રહ્યો હતો. આ દરમિયાન અમારા માથા પર માર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. બાદમાં અમારા પર આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રઝા ડાર અને પીડિત મહિલાઓ ત્રણેય સિગાપોરમાં મળ્યા હતા. રઝા ડાર ક્રિપ્ટો કરંસીમાં આ મહિલાઓ સાથે બિઝપેસ પાર્ટનર હતો.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
