તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
બાબા રામદેવ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેનો મહાસંગ્રામ આખરે શમ્યો: પતંજલિ ઘી સંપૂર્ણ શુદ્ધ, અફવાઓથી ગેરસમજ થઈ હોવાનો યોગગુરુનો દાવો!
બહરાઇચના પૂર્વ સાંસદને રામદેવે ભેટમાં આપ્યા પતંજલિ ઘીના બે ડબ્બા; એક ખાવા માટે તો બીજો લેબ ટેસ્ટમાં ચકાસણી કરવા માટે આપ્યો સંતોષકારક જવાબ.

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું તીખું વાકયુદ્ધ આખરે શાંત પડી ગયું છે. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી ખાસ મુલાકાત અને સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોગ્રાફ્સે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બાબા રામદેવે પોતે બંને વચ્ચેનો મનમુટાવ ઉકેલાઈ ગયો હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
ગેરસમજ દૂર થઈ, સુખાંત આવ્યો
પત્રકાર પરિષદને સંબોધતા બાબા રામદેવે જણાવ્યું હતું કે, "લોકો અફવાઓ પર વધુ ધ્યાન આપતા હોય છે. બ્રિજભૂષણ શરણ સિંહને પણ આવી જ અફવાઓને કારણે ગેરસમજ થઈ હતી. આજે તેમણે રૂબરૂ મળીને આ મામલો સંપૂર્ણ રીતે સુલઝાવી લીધો છે. તેઓ મને આદર અને શ્રદ્ધાંજલિ અર્પીને ગયા અને તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સંતો અને સનાતન ધર્મનું હૃદયપૂર્વક સન્માન કરે છે."

"પતંજલિનું ઘી ૧૦૦% શુદ્ધ, કોઈ પ્રોડક્ટ પર બેન નથી"
પતંજલિ ગાયના ઘીની શુદ્ધતા પર ભાર મૂકતા રામદેવે દાવો કર્યો કે, પતંજલિનું ગાયનું ઘી કે તેમની કોઈપણ દવા નકલી નથી. તેમણે ઉમેર્યું, "આપણે વર્ષના ૩૬૫ દિવસ જમીન પર સાદડી પાથરીને સાદગીથી જીવનારા લોકો છીએ. અમારી પાસે ન તો પોતાની જમીન છે કે ન તો કોઈ બેંક બેલેન્સ. પતંજલિની કોઈપણ પ્રોડક્ટ હાનિકારક નથી અને દેશ-વિદેશમાં ક્યાંય તેના પર પ્રતિબંધ મુકાયો નથી."
વિવાદ પૂર્ણ થવાના પ્રતીક રૂપે બાબા રામદેવે બ્રિજભૂષણ સિંહને પતંજલિ ઘીના બે બોક્સ ભેટ આપ્યા હતા — એક તેમની અંગત વપરાશ માટે અને બીજું કોઈપણ સરકારી કે ખાનગી લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસવા માટે!
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
