તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મગફળીની ખેતી પર ' અલનીનો 'અસર જોવા મળી શકે : ઓછા વરસાદની સ્થિતિએ મગફળીની ખેતીનો વાવેતર વિસ્તાર ઘટ્યો
ભારતે 795 મિલિયન ડોલરની મગફળીની નિકાસ કરી જેમાં 5 મુખ્ય ખરીદદાર દેશનો સમાવેશ થાય છે. આ દેશોમાં ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલીપાઈન્સ, મલેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ

નવી દિલ્હી :દેશમાં આ વખતે અલનીનોની જે સ્થિતિ સર્જાઈ છે તેની મગફળીની ખેતી પર અસર જોવા મળી શકે છે. મગફળી એ ખૂબ જ મહત્વનો પાક છે અને તે ગુજરાત જેવા રાજ્યો માટે તો ખાસ મહત્વ ધરાવે છે.
મગફળી ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. તેની નિકાસ મોટાપાયે થાય છે. APEDAની આંકડાકીય માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2025માં ભારતે 7,46,303.19 મેટ્રિક ટન મગફળીની નિકાસ કરી હતી. જેની કિંમત 794.97 મિલિયન ડોલર છે.
આંકડાકીય માહિતી પ્રમાણે ભારતે 795 મિલિયન ડોલરની મગફળીની નિકાસ કરી હતી, જેમાં 5 મુખ્ય ખરીદદાર દેશનો સમાવેશ થાય છે. આ દેશોમાં ઈન્ડોનેશિયા, વિયેતનામ, ફિલીપાઈન્સ, મલેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયા ભારતીય મગફળીનો સૌથી મોટો ખરીદદાર દેશ છે.
મગફળીની ખેતીની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા મહત્વના ઉત્પાદક રાજ્યો છે.
અલનીનોને લીધે ઓછા વરસાદની સ્થિતિને પગલે મગફળીની ખેતીનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે. આ સાથે જ ઓછા વરસાદને લીધે છોડમાં ફુલ અને ફળ બનવાની પ્રક્રિયા પર વિપરીત અસર થાય છે. તેને લીધે મગફળીનું કૂલ ઉત્પાદન ઘટવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીનું વાવેતર રવિ અને ખરીફ બન્ને સીઝનમાં કરવામાં આવે છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
