<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

વિકાસ દર : અમેરિકા, ચીન, જાપાન અને યુરોપ કરતાં ઘણું આગળ રહેશે ભારત

આગામી ૧૨ મહિના દરમિયાન ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા બની રહેશેઃ ભારતનો વિકાસ દર અને અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્‍યાઃ WEF સર્વેક્ષણ સર્વેક્ષણમાં સામેલ ૭૪ ટકા અર્થશાષાીઓએ મજબૂત અથવા ખૂબ મજબૂત વિકાસની આગાહી કરી છેઃ વૈશ્વિક બજારોમાં અસ્‍થિરતા હોવા છતાં, દેશનું વિશાળ સ્‍થાનિક બજાર સમગ્ર અર્થતંત્રને ગતિ આપવા માટે સક્ષમ

નવી દિલ્‍હી તા.૨૩: ભારતની વિકાસની ગતિ માત્ર સરકારી આંકડાઓમાં જ નહીં, પરંતુ વૈશ્વિક રેટિગ એજન્‍સીઓ અને વિશ્વભરના અર્થશાષાીઓના અહેવાલોમાં પણ સ્‍પષ્ટપણે જોવા મળે છે. WEFના તાજેતરના સર્વેક્ષણ મુજબ, આગામી વર્ષમાં ભારતનો વિકાસ દર અન્‍ય તમામ મુખ્‍ય રાષ્ટ્રો કરતાં વધુ રહેશે. WEFએ નોંધ્‍યું છે કે અમેરિકા, ચીન, જાપાન અને યુરોપિયન દેશો સહિતની મુખ્‍ય અર્થવ્‍યવસ્‍થાઓ ભારતની વિકાસ ગતિની નજીક પણ પહોંચી શકશે નહીં.

ભારતના ઝડપી વિકાસ અંગેનો વિશ્વાસ એટલો મજબૂત છે કે ષ્‍ચ્‍જ્‍ દ્વારા સર્વેક્ષણ કરાયેલા અગ્રણી અર્થશાષીઓમાંથી ૯૮ ટકા લોકો આગામી વર્ષમાં વિકાસ દર મધ્‍યમ કે તેથી સારો રહેવાની અપેક્ષા રાખે છે. વધુમાં, સર્વેક્ષણમાં સામેલ ૭૪ ટકા અર્થશાષાીઓએ મજબૂત અથવા ખૂબ મજબૂત વિકાસની આગાહી કરી છે. મે મહિનામાં આ આંકડો ૫૨ ટકા હતો, જે સમય જતાં ભારત અંગે વૈશ્વિક અર્થશાષાીઓના અભિપ્રાયમાં આવેલા બદલાવને દર્શાવે છે.

WEFના અહેવાલની મુખ્‍ય બાબતો :- વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમે ભારતને સૌથી મજબૂત અર્થવ્‍યવસ્‍થા તરીકે ઓળખાવી છે. તેના તાજેતરના સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતના અંદાજિત જીડીપી (GDP) વિકાસ દરને વધારીને ૬.૭ ટકા કરવામાં આવ્‍યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક બજારોમાં અસ્‍થિરતા હોવા છતાં, દેશનું વિશાળ સ્‍થાનિક બજાર સમગ્ર અર્થતંત્રને ગતિ આપવા માટે સક્ષમ છે. જોકે ભારતનું અર્થતંત્ર ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના દબાણનો સામનો કરશે, તેમ છતાં અન્‍ય મુખ્‍ય અર્થવ્‍યવસ્‍થાઓની તુલનામાં તે ઘણી ઝડપથી વિકાસ કરશે તેવી અપેક્ષા છે.

ચીન પ્રત્‍યે ઘટતો વિશ્વાસ :- ચીને તાજેતરમાં લગભગ ૫ ટકાનો વિકાસ દર નોંધાવ્‍યો હોવા છતાં, ષ્‍ચ્‍જ્‍ના અર્થશાષાીઓનો તે દેશ પ્રત્‍યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે. લગભગ ૩ ટકા અર્થશાષીઓ ચીન માટે નબળા વિકાસની આગાહી કરે છે. યુરોપ માટેનો દ્રષ્ટિકોણ સૌથી વધુ નિરાશાજનક છે. ૬૧ ટકા અર્થશાષીઓ આગાહી કરે છે કે યુરોપનો વિકાસ દર નબળો રહેશે.

ચીન પ્રત્‍યે ઘટતો વિશ્વાસ :- ચીને તાજેતરમાં લગભગ ૫ ટકાનો વિકાસ દર નોંધાવ્‍યો હોવા છતાં, ષ્‍ચ્‍જ્‍ના અર્થશાષીઓનો તે દેશ પ્રત્‍યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે. લગભગ ૩ ટકા અર્થશાષીઓ ચીન માટે નબળા વિકાસની આગાહી કરે છે. યુરોપ માટેનો દ્રષ્ટિકોણ સૌથી વધુ નિરાશાજનક છે. ૬૧ ટકા અર્થશાષીઓ આગાહી કરે છે કે યુરોપનો વિકાસ દર નબળો રહેશે.

વૈશ્વિક અર્થતંત્ર માટેના દ્રષ્ટિકોણમાં પણ સુધારો થયો છે, જેમાં ૫૪ ટકા અર્થશાષીઓએ આગામી ૧૨ મહિનામાં વિકાસમાં વેગ આવવાની આગાહી કરી છે. નોંધનીય છે કે ગયા મહિને સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર ૭.૮ ટકા રહ્યો હતો. S&P દ્વારા પણ વૃદ્ધિના અનુમાનમાં વધારો

WEFના સર્વેક્ષણના અહેવાલ બાદ, S&P ગ્‍લોબલ રેટિગ્‍સે પણ ભારત માટેના તેના વૃદ્ધિના અનુમાનમાં વધારો કર્યો છે. S&Pએ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટેના તેના વૃદ્ધિના અંદાજને અગાઉના ૬.૬%થી વધારીને ૭% કર્યો છે. રેટિગ એજન્‍સીએ જણાવ્‍યું હતું કે જૂન ક્‍વાર્ટરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વપરાશ અને નિકાસની સાથે સરકારી રોકાણને કારણે મજબૂત વૃદ્ધિ જોવા મળી હતીઅને આ વલણ આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

(4:17 PM IST)