News of Friday, 1st May 2026
એપ્રિલમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક સ્તરેઃ રૂ.૨.૪૩ લાખ કરોડની ઐતિહાસિક સપાટી વટાવી
સરકારની તિજોરી છલોછલઃ એપ્રિલ મહિનામાં ટેક્સ કલેક્શનમાં ૮.૭% નો તોતિંગ ઉછાળો નોંધાયો મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ છતાં ભારતીય અર્થતંત્રનો મજબૂત દબદબો

નવી દિલ્હી, તા.૧: વિશ્વ જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. ૧ મે, ૨૦૨૬ ના રોજ જાહેર થયેલા આંકડા મુજબ, એ-લિ મહિનામાં GST કલેક્શન રૂ.૨.૪૩ લાખ કરોડના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. આ આંકડો ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૮.૭% વધુ છે, જે સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક અનિヘતિતા અને $૧૨૬ પ્રતિ બેરલ સુધી પહોંચેલા ક્રૂડ ઓઈલના ભાવ પણ ભારતની આર્થિક ગતિને રોકી શકયા નથી.
આ રેકોર્ડબ્રેક કલેક્શનમાં આયાતમાંથી થતી આવકનો મોટો ફાળો રહ્યો છે, જે ૨૫.૮% વધીને રૂ.૫૭,૫૮૦ કરોડ પર પહોંચી છે. સ્થાનિક માંગ અને વેપારમાં પણ સ્થિરતા જોવા મળી છે, જેના કારણે ચોખ્ખી GST આવક રૂ.૨.૧૧ લાખ કરોડ નોંધાઈ છે. આ આંકડાઓ માત્ર ટેક્સની વસૂલાત જ નહીં, પરંતુ ભારતીય બજારોની મજબૂત ખરીદશક્તિ અને વેપારીઓના અતૂટ વિશ્વાસનું પણ પ્રતીક છે. નવા નાણાકીય વર્ષની આ શરૂઆત દેશના આર્થિક ભવિષ્ય માટે અત્યંત શુભ સંકેત માનવામાં આવી રહી છે.
જોકે, આ આર્થિક તેજીની સાથે રીફંડમાં પણ ૧૯.૩% નો વધારો જોવા મળ્યો છે, જે કુલ રૂ.૩૧,૭૯૩ કરોડ સુધી પહોંચ્યો છે. રસપ્રદ વાત એ છે કે સ્થાનિક રિફંડમાં ૫૪.૬% નો જંગી ઉછાળો આવ્યો છે, જ્યારે નિકાસ સંબંધિત રિફંડમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ દુનિયા યુદ્ધ અને મોંઘવારીના ડર નીચે જીવી રહી છે, ત્યારે બીજી તરફ ભારતનું આ ટેક્સ પરાક્રમ સાબિત કરે છે કે વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ ભારત એશિયાનું સૌથી સુરક્ષિત અને ઝડપથી વિકસતું આર્થિક હબ બની રહ્યું છે
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
