તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
અમદાવાદ-વડોદરામાં GST ત્રાટકયું: સિરામીક (કારના કોટીંગ)ના રીટેલર પર દરોડા
રાજયભરમાંથી અધીકારીઓને બોલાવાયાઃ અમદાવાદમાં ૨ અને વડોદરામાં ૧૫ સ્થળે બપોરથી ઓપરેશન શરૂ..

રાજકોટ, તા.૨૭: દિપાવલીના તહેવારો આવી રહયા છે ત્યાં જ આજે બપોરે ૧ાા વાગ્યાની આસપાસથી સ્ટેટ જીએસટી એટલે કે ગુજરાતના GST વિભાગે અમદાવાદ-વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂ કરતા વેપારી આલમ તથા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે.સ્ટેટGST ના અન્વેષણ-રેડ વિભાગના કમિશનરના આદેશ બાદ આજે રાજકોટ સહિત રાજયભરમાંથી હાઇલેવલ અધીકારીઓ- ઇન્સ્પેકટરોને બોલાવી બપોરથી કુલ ૧૫ થી ૧૭ સ્થળે દરોડાનો દોર શરૂ કરાયો છે.ટોચના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતુ કે અમદાવાદમાં બે અને વડોદરામાં ૧૪ થી ૧૫ જેટલા સિરામીક-કારનું કોટીંગ કરતા ગુજરાતના મોટા રીટેલરોને ઝપટે લેવાયા છે. નવી કારમાં ઉપર કોટીંગ કરાવવું અત્યંત મોંઘુ હોય છે. અને તેના ઉપર ૧૮ ટકા જીએસટી લાગુ કરાયો છે. આ તમામ રીટેલરો ટેકસ ચોરી કરતા હોવાનું સર્વેમાં બહાર આવ્યા બાદ દરોડાનો દોર શરૂ કરાયો છે. સંખ્યાબંધ સ્થળેથી પ્રાથમિક વિગતો મુજબ કોમ્પ્યુટર ફલોપી-બૂકસ ઓફ એકાઉન્ટસ, કાચી ચિઠ્ઠીઓ કબજે લેવાઇ છે. મોડી સાંજે વિગતો બહાર આવવાની અને નામો જાહેર થવાની શકયતા ટોચના ઞ્લ્વ્ અધીકારીઓ દાખવી રહયા છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
