<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

નાના ઈ-કોમર્સ વેપારીઓ માટે ૧ નવે.થી GST રજિસ્ટ્રેશન સરળતાથી થઈ શકે તેવી સુવિધા

બીજા રાજ્યમાં અલગ ઓફિસની જરૃર નહીં રહેતા વેપારીઓને રાહત મળશે

મુંબઈ,તા.૨૭: દેશભરના નાના ઈ-કોમર્સ વિક્રેતાઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ૫૭મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરાયેલી ભલામણ મુજબ, નાના ઈ-કોમર્સ વેપારીઓ માટેની નવી સરળ જીએસટી રજિસ્ટ્રેશન વ્યવસ્થા આગામી ૧ નવેમ્બરથી જીએસટી પોર્ટલ પર શરૃ થવાની છે.

હાલના નિયમો મુજબ કોઈ વેપારીએ અન્ય રાજ્યમાં વેચાણ કરવું હોય તો ત્યાં અલગ ઓફિસ કે દુકાન રાખવી પડતી હતી, જેના કારણે મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યમાં વેપાર કરવાનું ટાળતા હતા. પરંતુ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઈ-કોમર્સના વેપારીઓએ અન્ય રાજ્યમાં જે જગ્યા પર પોતાનું ગોડાઉનમાં માલ રાખ્યો હશે તેને જીએસટી પોર્ટલ પર દર્શાવવામાં આવે તો તેને માન્ય રાખવામાં આવશે. તેના કારણે વેપારીએ અન્ય રાજ્યમાં ઓફિસ રાખવાના નિયમમાંથી છુટકારો મળવાનો છે. જોકે તેમાં ફકત ઈ-કોમર્સ સિવાય અન્ય કામગીરી કરી શકાશે નહીં. આ સુવિધા એવા વેપારીઓ માટે ઉપલબ્ધ રહેશે જેમની પ્રાપિફૂ લ્યદ્ય ૨પ કેદિર ૨.૫ લાખથી વધુ ન હોવી જોઈએ. વેપારીનું પોતાના મૂળ રાજ્યમાં ભૌતિક અસ્તિત્વ અને માન્ય જીએસટી રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા અને નોટિફિકેશન આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત રિફંડને લગતી સૂચનાઓ પણ ટૂંક સમયમાં બહાર પડશે. ત્યારબાદ ઈ-કોમર્સ સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાના વેપારનો વ્યાપ વધારવા માટે હાલમાં જે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રાહત થવાની શકયતા રહેલી છે. સાથે સાથે જીએસટી પોર્ટલ પરથી જ તેની સુવિધા શરૃ કરી દેવામાં આવનાર હોવાથી વેપારી જાતે પણ પોર્ટલ પર તેને લગતી પ્રક્રિયા પૂરી કરી શકશે. જીએસટી કાઉન્સિલ દ્વારા ઈ-કોમર્સનો વધતો વ્યાપને ધ્યાને રાખીને વેપારીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. જોકે તેનો અમલ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા બાદ જ થવાનો છે. તેમજ તે નિયમોનું પાલન પણ વેપારીઓએ કરવું પડશે.

(10:17 AM IST)