<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

૧૫,૦૦૦ રૂપિયાની સેલરી ધરાવતા યુવકના નામે ૩૫૦ કરોડ રૂપિયાના GSTનાં ટ્રાન્‍ઝેક્‍શન થયાં

કોઈ ત્રીજી જ પાર્ટીએ ફ્રોડ કર્યું

બેલ્‍લારી,તા.૧૯: કર્ણાટકના બેલ્‍લારીમાં કારના શોરૂમમાં કામ કરતા એક સેલ્‍સમેન રોશન જમીલ નામના યુવકના નામે ૩૫૦ કરોડ રૂપિયાના ગુડ્‍સ ઍન્‍ડ સર્વિસિસ ટેક્‍સ (GST)નાં ટ્રાન્‍ઝેક્‍શન્‍સ થયાં હોવાનો કિસ્‍સો બહાર આવ્‍યો છે. રોશનનો પગાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયા છે. રોશનના પિતા રોજમજૂર તરીકે કામ કરે છે. કેન્‍દ્રીય ઞ્‍લ્‍વ્‍-અધિકારી જ્‍યારે રોશનના આધાર કાર્ડના આધારે તેના રહેઠાણ પર તપાસ માટે પહોંચ્‍યા ત્‍યારે ખબર પડી હતી કે રોશનના નામે કોઈ ત્રીજી જ પાર્ટીએ ફ્રોડ કર્યું હતું. તેના નામ પર GST નંબર લેવામાં આવ્‍યો હતો અને કોઈ બિઝનેસ ચાલતો હતો એની રોશન અને તેના પિતાને ખબર પણ નહોતી. પરિસ્‍થિતિની ગંભીરતા જોઈને રોશનના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ-અધિકારીએ હવે GST ટ્રાન્‍ઝેક્‍શનની વિગતો તપાસીને આગળ તપાસ હાથ ધરી છે.

(10:27 AM IST)