<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આવતીકાલે જન્‍મ દિવસ ...:‘‘દાદા''નો ૬૫માં વર્ષમાં મંગલ પ્રવેશ

‘‘ દાદા ભગવાન '' માં અપાર શ્રદ્ધા ધરાવે છે ભૂપેન્‍દ્રભાઈ : ૨૦૨૨ ની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી આશરે ૧.૯૨ લાખ મતના રેકોર્ડ અંતરથી જીત્‍યા હતા, તેઓની કાર્યશૈલી શાંત, લો-પ્રોફાઇલ અને ઓછા પ્રચાર વાળી મનાય છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આવતીકાલે જન્‍મ દિવસ છે, તેમના આ જન્‍મ દિવસ ને વધાવવા પરિવારજનો, મંત્રીમંડળ સહિત લાખો પ્રજાજનો આતુર બન્‍યા છે. આ વેળા એ આવો આપણે તેમની કારકિર્દી ની એક ઝલક જોઈએ....

ગુજરાતના રાજકારણમાં શાંત, સાદગીપૂર્ણ અને વિકાસલક્ષી નેતા તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર શ્રી ભૂપેન્‍દ્ર રજનીકાંત પટેલ આજે રાજ્‍ય ના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે , તેમણે કોઈ મોટા રાજકીય પ્રચાર કે વ્‍યક્‍તિગત લોકપ્રિયતા વિના પોતાના કાર્ય, વહીવટી અનુભવ અને સંગઠન પ્રત્‍યેની નિષ્ઠાના આધારે મુખ્‍યમંત્રી પદ સુધીની સફર પૂર્ણ કરી છે , સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થા થી શરૂ થયેલી તેમની રાજકીય યાત્રા ગુજરાત ના મુખ્‍યમંત્રી પદ સુધી પહોંચી છે, જે તેમની કાર્યનિષ્ઠા અને સંગઠન પ્રત્‍યે ના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

શ્રી ભૂપેન્‍દ્ર રજનીકાંત પટેલનો જન્‍મ ૧૫ મી જુલાઈ, ૧૯૬૨ ના રોજ અમદાવાદમાં એક મધ્‍યમવર્ગીય પરિવારમાં થયો હતો , બાળપણથી જ તેઓ સરળ, શિસ્‍તબદ્ધ અને મહેનતુ સ્‍વભાવ ધરાવતા હતા , પરિવાર માં તેમને મળેલા સંસ્‍કારો ને કારણે તેઓ હંમેશા પ્રમાણિકતા, સાદગી અને સમાજસેવાને મહત્‍વ આપતા રહ્યા.

ભૂપેન્‍દ્રભાઈ એ પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ અમદાવાદ માં પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ એન્‍જિનિયરિંગ માં ડિપ્‍લોમા મેળવ્‍યો, અભ્‍યાસ દરમિયાન જ બાંધકામ ક્ષેત્ર અને આયોજનમાં તેમનો રસ વિકસ્‍યો , આગળ જઈને આ જ અનુભવ તેમને શહેરી વિકાસ અને જાહેર વહીવટમાં ઉપયોગી સાબિત થયો.

રાજકારણમાં સક્રિય થતા પહેલાં તેઓ બાંધકામ અને રિયલ એસ્‍ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા , એક સફળ બિલ્‍ડર તરીકે તેમણે અનેક રહેણાંક અને વિકાસલક્ષી પ્રોજેક્‍ટમાં કાર્ય કર્યું, આ અનુભવના કારણે તેમને શહેરોના વિકાસ, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને આયોજનની વ્‍યવહારિક સમજ મળી.

શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જાહેર જીવન ની શરૂઆત સ્‍થાનિક સ્‍તરે સમાજસેવા દ્વારા કરી, લોકોની સમસ્‍યા ઓ સાંભળવી, વિકાસના પ્રશ્‍નો ઉકેલવા અને જનહિતના કાર્યોમાં ભાગ લેવો તેમની કાર્યશૈલીનો મુખ્‍ય ભાગ રહ્યો, આ જ કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્‍થાનિક લોકોમાં વિશ્વાસપાત્ર નેતા તરીકે ઉભરી આવ્‍યા.

ભૂપેન્‍દ્રભાઈએ  અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન માં કાઉન્‍સિલર તરીકે સેવા આપી, ત્‍યારબાદ સ્‍ટેન્‍ડિંગ કમિટી સહિત વિવિધ જવાબદારીઓ સંભાળી,  શહેરના માર્ગો, પાણી, ગટર, બગીચા, આવાસ અને અન્‍ય નાગરિક સુવિધાઓના વિકાસમાં તેમનું મહત્‍વનું યોગદાન રહ્યું , પછી તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી (AUDA) સાથે જોડાયા ,  અહીં તેમણે શહેરી આયોજન, નવા વિસ્‍તારોના વિકાસ, માર્ગો, જાહેર સુવિધા ઓ અને આધુનિક શહેર નિર્માણમાં મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવામાં યોગદાન આપ્‍યું.

વર્ષ ૨૦૧૭ માં ભારતીય જનતા પાર્ટીએ તેમને અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર બનાવ્‍યા આ બેઠક રાજ્‍યની સૌથી પ્રતિષ્ઠિત બેઠકોમાંની એક માનવામાં આવે છે, ભૂપેન્‍દ્રભાઈ પટેલ સામે કોંગ્રેસ ના ઉમેદવાર હતા, શશિકાંત પટેલ (ભૂરાભાઈ) , ભૂપેન્‍દ્રભાઇ પટેલને ૧,૭૫,૬૫૨ મતો મળ્‍યા જેની સામે શશિકાંત પટેલ ને માત્ર ૫૭,૯૦૨ મળતા ૧,૧૭,૭૫૦ જંગી મતોથી ભૂપેન્‍દ્રભાઈ વિજેતા બન્‍યા અને આ બેઠક પર થી પ્રથમ વખત ભૂપેન્‍દ્રભાઈ  પટેલ ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતા, અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ના સભ્‍ય બન્‍યા.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં શ્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીના કેન્‍દ્રીય હાઇ કમાન્‍ડે  શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને ગુજરાતના નવા મુખ્‍યમંત્રી તરીકે પસંદ કર્યા. ૧૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના ૧૭ મા મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા, તેમની પસંદગી ઘણા લોકો માટે આヘર્યજનક હતી, પરંતુ થોડા જ સમયમાં તેમણે પોતાના શાંત અને પરિણામલક્ષી વહીવટથી સૌનો વિશ્વાસ જીત્‍યો.

ભૂપેન્‍દ્રભાઈ મુખ્‍યમંત્રી તો બની ગયા પરંતુ સામે જ વિધાનસભા ની ચૂંટણી નો પડકાર ઊભો હતો, પરંતુ અહીં પણ ભૂપેન્‍દ્રભાઈ સફળ રહ્યા, ડિસેમ્‍બર ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ઐતિહાસિક બહુમતી મેળવી,  શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ઘાટલોડિયા બેઠક પરથી જ લડ્‍યા આ ચૂંટણી માં તેમની સામે કોંગ્રેસ અને આપ પણ મેદાન માં હતું

કોંગ્રેસ તરફ થી ડૉ. અમી યાજ્ઞિક અને આપ પક્ષ તરફ થી વિજય પટેલ ઉભા રહ્યા હતા, પરિણામ માં ભૂપેન્‍દ્રભાઈ પટેલ ને ૨,૧૩,૫૩૦ મત  ડૉ. અમી યાજ્ઞિક ને ૨૧,૨૬૭ મત અને વિજય પટેલ ને આશરે ૧૬ હજાર મત મળતા ભૂપેન્‍દ્ર ભાઈ ૧,૯૨,૨૬૩ જંગી મતો થી જીત મેળવી હતી,જે ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના સૌથી મોટા વિજયમાંનો એક હતો ,  પ્રચંડ બહુમતી થી જીત મેળવી અને બીજી વખત મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા.

તેમના નેતળત્‍વમાં ગુજરાત માં અનેક મહત્‍વપૂર્ણ વિકાસ કાર્યોને ગતિ મળી , ધોલેરા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિઝન નો વિકાસ, ગિફ્‌ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્‍દ્ર તરીકે આગળ વધારવાના પ્રયાસો , સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદન માટે મોટા ઉદ્યોગોને પ્રોત્‍સાહન, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે રોકાણ , ઇલેક્‍ટ્રિક વાહન નીતિનો અમલ નવા એક્‍સ-ેસ-વે અને માર્ગો ના વિકાસ, મેટ્રો રેલ અને શહેરી પરિવહન નો વિસ્‍તાર, ડિજિટલ ગવર્નન્‍સ,ખેડૂતો માટે કામગીરી,ખેડૂતો ને સિંચાઈ, પાક સહાય, કળષિ યાંત્રિકીકરણ, કુદરતી ખેતી, માઇક્રો ઇરિગેશન અને પાણી સંચય માટે અનેક યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી.

એટલું જ નહી સરકારી શાળાઓના આધુનિકીકરણ, નવી શૈક્ષણિક યોજનાઓ, માતા-બાળ આરોગ્‍ય, નવી હોસ્‍પિટલોના વિકાસ, આરોગ્‍ય સેવાઓના વિસ્‍તરણ અને ટેક્રોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો, મહિલા અને યુવા વિકાસ મહિલા સશક્‍તિકરણ, સ્‍વરોજગાર, કૌશલ્‍ય વિકાસ, સ્‍ટાર્ટઅપ, રોજગાર અને યુવાનોને નવી તકો ઉપલબ્‍ધ કરાવવા માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્‍યા.

ભુપેન્‍દ્રભાઈના પારિવારિક જીવન વિશે જોઈએ તો ૧૯૮૪ માં હેતલ બેન પટેલ સાથે તેમના લગ્ન થયા હતા,  તેમને એક પુત્ર છે, જેનું નામ  અનુજ પટેલ, જે એન્‍જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાનું જાહેર અહેવાલોમાં જણાવાયું છે , જ્‍યારે પુત્રવધૂ નુ નામ દેવાંશી પટેલ છે, ભૂપેન્‍દ્રભાઈ પટેલનો પરિવાર સામાન્‍ય રીતે મીડિયા થી દૂર રહે છે અને જાહેર રાજકીય કાર્યક્રમોમાં પણ ખૂબ ઓછો જોવા મળે છે, પરિવાર વિશે મર્યાદિત માહિતી જ જાહેર કરવામાં આવી છે, કારણ કે તેઓ પોતાના ખાનગી જીવનને જાહેર ચર્ચાથી અલગ રાખવાનું પસંદ કરે છે.

શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સૌથી મોટી વિશેષતા તેમની સાદગી છે, તેઓ ઓછું બોલે છે પરંતુ ઝડપી નિર્ણયો અને અસરકારક અમલ માં વિશ્વાસ રાખે છે,  તેઓ નિયમિત રીતે જિલ્લાઓ ની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરે છે અને અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપે છે.

તેઓ વિનમ્ર, શાંત, સરળ અને સૌને સાથે લઈને ચાલનારા નેતા તરીકે જાણીતા છે, વિવાદો થી દૂર રહી વિકાસ ને પ્રાથમિકતા આપવી તેમની રાજકીય ઓળખ બની છે, ભૂપેન્‍દ્ર ભાઈ દાદા ભગવાન માં અપાર શ્રદ્ધા ધરાવે છે.

શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત ને ઉદ્યોગ, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, શિક્ષણ, આરોગ્‍ય, કળષિ અને ડિજિટલ ગવર્નન્‍સના ક્ષેત્રોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાથી શરૂ થયેલી તેમની સફર આજે લાખો ગુજરાતીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેઓ વિકાસ, સુશાસન અને જનસેવા ને કેન્‍દ્રમાં રાખીને ગુજરાતને વધુ સમળદ્ધ અને આત્‍મનિર્ભર રાજ્‍ય બનાવવા માટે સતત કાર્યરત છે.

શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આવતીકાલે એટલે કે ૧૫ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ યશસ્‍વી કારકિર્દી ના ૬૪ વર્ષ પુર્ણ કરી ૬૫ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, આ વેળા એ ‘‘અકિલા'' પરીવાર તરફ થી આગોતરી શુભેચ્‍છાઓ....

(10:27 AM IST)