<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કર્ણાટકના મૈસુરમાં ગુજરાત હસ્‍તકલા ઉત્‍સવઃ તા.૧૨ સુધી પ્રદર્શન અને વેંચાણ

કર્ણાટકના મેૈસુર ખાતે ગુજરાત ઇન્‍ડેક્ષ્ટ-સી દ્વારા યોજાયેલ ગુજરાત હેન્‍ડીક્રાફટસ ઉત્‍સવના ઉદઘાટન પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોની તસ્‍વીર.

ગાંધીનગર તા.૮: ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇન્‍ડસ્‍ટ્રિયલ એક્‍સ્‍ટેન્‍શન કોટેજ (ઇન્‍ડેક્ષ્ટ-સી) દ્વારા ‘‘ગુજરાત હસ્‍તકલા ઉત્‍સવ-૨૦૨૬''નું આયોજન જે.એસ.એસ. મૈસુરુ અર્બન હાટ, મૈસુરુ, કર્ણાટક ખાતે તા.૩ થી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્‍યું છે. વર્ષ ૨૦૧૬ થી સતત સફળતાપૂર્વક યોજાતા આ ઉત્‍સવની આ ૧૧મી આવળત્તિ છે. આ પ્રદર્શન સહ વેચાણ મેળાનો મુખ્‍ય હેતુ ગુજરાતના પરંપરાગત હસ્‍તકલા અને હાથશાળ કારીગરોને સીધું બજાર ઉપલબ્‍ધ કરાવવાનો તેમજ તેઓની આવક અને જીવનનિર્વાહની તકોમાં વધારો કરવાનો છે.

આ ઉત્‍સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૧૦૦થી વધુ માસ્‍ટર ક્રાફ્‌ટસમેન અને કારીગરો ભાગ લઈ રહ્યા છે. મુલાકાતીઓને નીચે મુજબની પરંપરાગત કલા અને હસ્‍તકલા કળતિઓ નિહાળવા અને ખરીદવાની તક મળશે. જેમા ભરતકામ અને મિરર વર્ક, જરી-જરદોઝી કળા, મોતીકામ અને આભૂષણો, પરંપરાગત ચણિયા-ચોળી, બંધણી અને ટાઈ-ડાઈ ઉત્‍પાદનો, ચામડાકામ, અગેટ (અકીક) પથ્‍થરકામ, જ્‍યુટ અને કોયર ઉત્‍પાદનો, એપ્‍લીક વર્ક, વાંસ અને નેતર ઉત્‍પાદનો, લાકડાં અને ધાતુની હસ્‍તકળતિઓ, હોમ ડેકોર અને ફર્નિશિંગ ઉત્‍પાદનો, ફેશન અને લાઇફસ્‍ટાઇલ એક્‍સેસરીઝનો સમાવેશ થયેલ છે.

ઉપરાંત કચ્‍છ ક્રાફ્‌ટ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં કચ્‍છની પ્રખ્‍યાત હસ્‍તકલાઓ જેવી કે કચ્‍છી ભરતકામ, અજ઼ખ બ્‍લોક પ્રિન્‍ટ, બંધણી (ટાય એન્‍ડ ડાય), કચ્‍છી શાલ અને અન્‍ય પરંપરાગત કળાઓનું પ્રદર્શન કરવામાં આવશે.

ઉત્‍સવ દરમિયાન તા. ૩ થી ૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ ના સહયોગથી ત્રણ દિવસીય સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પરંપરાગત ગુજરાતી રાસ-ગરબા, ઝંકાર ડાન્‍સ એકેડમી, ભુજ (કચ્‍છ) દ્વારા કચ્‍છી રાસ-ગરબા, શ્રી ભવાણી ટિપ્‍પણી લોકનળત્‍ય મંડળ, જૂનાગઢ દ્વારા ટિપ્‍પણી નળત્‍ય, ગુજરાતની લોકસંસ્‍કળતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન છે.

ઉત્‍સવનું ઉદ્દઘાટન જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે ટેક્‍સટાઇલ ડેવલપમેન્‍ટ અને ડિરેક્‍ટર હેન્‍ડલૂમ અને ટેક્‍સટાઇલ વિભાગના શ્રી એ.બી. બસવરાજુ આઈ.એ.એસ.ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જે પ્રસંગે શ્રીમતી આર. ઐશ્વર્યા કે.એ.એસ. મૈસુરના અધિક નાયબ કમિશનર, શ્રી એચ.આર. રાજપ્‍પા કર્ણાટક રાજ્‍ય હસ્‍તકલા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર-બેંગલુરુ, શ્રી કે.એસ. ટેલર જનરલ મેનેજર(હાટ) અને જોઈન્‍ટ કમિશનર, ઇન્‍ડેક્ષ્ટ-સી તેમજ જે.એસ.એસ. તથા ઇન્‍ડેક્ષ્ટ-સી ના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

મૈસુર હાટ ખાતેના આ સમગ્ર ઉત્‍સવનું આયોજન ઈન્‍ડેક્ષ્ટ-સીના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર ડો. સંજય જોષી આઈ.એ.એસ.ના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મેનેજર(વર્ગ-૧) આર.એસ. શાહ તથા સિનિયર ઓફિસર (પી.પી.) આર.એસ. પ્રજાપતિ દ્વારા સૂક્ષ્મ સ્‍તરીય આયોજન અને સંકલનથી કરેલ છે. મૈસુરમાં જેનું સંચાલન મેનેજર(માર્કેટીંગ) ડો.સ્‍નેહલકુમાર મકવાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઈન્‍ડેક્ષ્ટ-સીના માધ્‍યમથી ગુજરાતની હસ્‍તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ મેળા-પ્રદર્શનની સફળતા માટે શ્રી મોહમ્‍મદ શાહિદ આઈ.એ.એસ. ચેરમેન, ઇન્‍ડેક્ષ્ટ-સી અને અગ્ર સચિવ વ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શુભેચ્‍છા પાઠવેલ છે.

ડો. સંજય જોષી કારીગરોની અદ્વુત કારીગરીનો અનુભવ કરી હસ્‍તકલા અને હાથશાળ ઉત્‍પાદનો સીધા કારીગરો પાસેથી ખરીદી કરવા તેમજ તેમના જીવનોપાર્જનમાં યોગદાન આપવા અનુરોધ કર્યા છે.

(2:41 PM IST)