તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૮ ઈંચ ખાબકશે
ભારે વરસાદની આગાહીઃ પૂરનું જોખમઃ રાષ્ટ્રીય ફલેશ ફલડ ગાઈડન્સ બુલેટિન જાહેર : ઉત્તરાખંડના પિથોરાગઢ અને ચંપાવતથી લઈને ગુજરાતના સુરત, નવસારી અને કોંકણ-ગોવા, મુંબઈ તેમજ થાણે સહિતના અનેક જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો અને નદી નાળાઓમાં પાણી ભરાવાની પૂરી સંભાવના : સવારે પાા સુધીમાં ૬ કલાકમાં ૨ થી ૪ ઈંચ પડયોઃ અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીનની પાણી સંગ્રહવાની ક્ષમતા ૮૦-૯૦ ટકા ભરાઈ ગઈઃ જમીન હવે વધુ પાણી શોષી શકે તેમ નથી

નવી દિલ્હી, તા.૪: ભારત સરકારના પળથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (IMD) ના હાઈડ્રોમેટ વિભાગ દ્વારા સવારે ૭ વાગે થયેલ બુલેટીન મુજબ રાષ્ટ્રીય ફ્લેશ ફ્લડ ગાઈડન્સ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. આ સત્તાવાર અહેવાલ મુજબ દેશના કેટલાક રાજ્યોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી ૨૪ કલાક માટે વિવિધ રાજ્યોને એલર્ટ રહેવા જણાવાયું છે. મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્ર, અમદાવાદ હવામાન કેન્દ્ર, ગોવા કેન્દ્ર સહિત તમામ સંબંધિત ફ્લડ માઈગ્રેશન ઓફિસોને આ અંગેની માહિતગાર કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયગ્નોસ્ટિક ગાઈડન્સ અને મર્જ્ડ મીન એરિયલ પ્રિસિપિટેશનના સવારે ૦૫:૩૦ વાગ્યા સુધીના ડેટા અનુસાર, ચિંતાજનક વિસ્તારોમાં છેલ્લા ૬ કલાકમાં ૪૫ મીમી અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૫ મીમી સુધીનો વરસાદ નોંધાઈ ચૂકયો છે. આ સાથે જ લેન્ડ સરફેસ મોડલ દર્શાવે છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીનની સોઈલ સેચ્યુરેશન (ભેજ સંગ્રહ ક્ષમતા) ૮૦ થી ૯૦ ટકા સુધી પૂર્ણ થઈ ચૂકી છે, એટલે કે જમીન હવે વધુ પાણી સોષવાની સ્થિતિમાં નથી. જ્યારે દેશના બાકીના ભાગોમાં જમીનની સેચ્યુરેશન ક્ષમતા ૪૫ ટકા સુધીની જોવા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા ૬ કલાકમાં કોઈ તાત્કાલિક ફ્લેશ ફ્લડનો ખતરો નજરે પડ્યો નથી.
પ્રોગ્નોસ્ટિક ગાઈડન્સના ડાયનેમિક ગ્લોબલ (GFS) અને મેસોસ્કેલ મોડલ (WRF અને NCUM) ના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં ૨૦૦ મીમી એટલે કે આશરે ૮ ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની પ્રબળ સંભાવના છે. વરસાદની આ તીવ્રતાને કારણે નદીઓમાં પાણીનું સ્તર બે કાંઠે થઈ શકે છે. આજે સવારે ૦૫:૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના આઉટલુક પ્રમાણે, નીચે મુજબના રાજ્યો અને તેના જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડ (અચાનક આવતા પૂર) નું ઓછુંથી મધ્યમ જોખમ તોળાઈ રહ્યું છે.
ગુજરાત પ્રદેશ (Gujarat Region): ગુજરાતમાં દાદરા અને નગર હવેલી, દમણ તેમજ અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
કોંકણ અને ગોવા (Konkan & Goa): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, મુંબઈ સિટી, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સબર્બન મુંબઈ (મુંબઈ ઉપનગર) અને થાણે જિલ્લાઓમાં પૂરનું જોખમ છે.
ઉત્તરાખંડ (Uttarakhand): ઉત્તરાખંડના પિથોરાગઢ, ચંપાવત, અલ્મોડા, ચમોલી અને બાગેશ્વર જિલ્લાઓમાં પહાડી વિસ્તારો અને નદી કિનારે વસતા લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક માર્ગદર્શિકા બુલેટિન (ગાઈડન્સ બુલેટિન) છે અને તેને ફ્લેશ ફ્લડની આખરી સત્તાવાર ચેતવણી માનવી નહીં. આગામી બુલેટિન પરિસ્થિતિની સમીક્ષા કરીને બપોરે ૧૧:૩૦ વાગ્યાના ડેટાના આધારે જાહેર કરવામાં આવશે. ડબ્લ્યુએમઓ રીઝનલ સેન્ટર (SASIAFFGS) ના ફ્લેશ ફ્લડ ગાઈડન્સ સેલ દ્વારા તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા અને સ્થાનિક તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
