તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે વગાડયો વિશ્વમાં ગુજરાતનો ડંકો
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં ૧૮૦ જેટલા મુસાફરોના જીવ બચાવનાર મૂળ વઢવાણના અને હાલ મુંબઈ રહેતા ગુજરાતી પાયલોટ ઉપર અભિનંદનની વર્ષાઃ ગુજરાત માટે ગૌરવની ઘડી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧: ગઈકાલે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમા અફડા-તફડી બાદ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે ૧૮૦ જેટલા પેસેન્જરના પોતાના જીવના જોખમે જીવ બચાવી લીધા બાદ વિશ્વના અનેક નેતાઓએ ગુજરાતી પાયલોટ ઉપર અભિનંદનની વર્ષા કરી છે.
વિશ્વમાં ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવા આ પાયલોટનું નામ છે સ્મિત ઉપેન્દ્રભાઈ મચ્છર (બ્રહ્મ ક્ષત્રિય)મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના છે અને વર્ષોથી તેઓ મુંબઈ સ્થાયી થયેલા છે. સ્મિતના દાદા જેન્તીભાઈ મચ્છર વર્ષો પહેલા વઢવાણથી મુંબઈ સ્થાયી થયા હતા પિતા ઉપેન્દ્રભાઈ મચ્છરનો જન્મ પણ મુંબઈ થયો હતો અને ત્યાં ટેક્સટાઇલ મિલ ચાલુ કરી હતી.
ઉપેન્દ્રભાઈ પરિવારમાં બે ભાઈઓ છે ઉપેન્દ્રભાઈ અને તેમના ભાઈ કિશોરભાઈ મુંબઈમાં ટેક્સટાઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલ તેઓ નિવળત્ત જીવન ગાળી રહ્યા છે કિશોરભાઈનો પુત્ર ભાવિક પણ હાલ પાયલોટ છે ઉપેન્દ્રભાઈ અને કિશોરભાઈને આ ઘટનાની જાણ થતા ઉપેન્દ્રભાઈ તેમના પત્ની અને સ્મિતનો દાદાનો દીકરો ભાઈ ભાવિક જે પણ પાયલોટ છે તેવો ઇઝરાયેલ પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે જસદણમાં સ્મિતના કાકા અને ઓસમ કેટરર્સ નામે જસદણમાં સારી નામના ધરાવતા નરેશભાઈ ઇશ્વરભાઇ મચ્છરનો સ્મિત કૌટુંબિક ભત્રીજો થાય છે તેમના જણાવ્યા મુજબ સ્મિતને બીજા પાયલોટ દ્વારા છરી મારવામાં આવી છે પરંતુ તેમની તબિયત એકદમ સ્વચ્છ છે.(૨.૧૫)
નરેન્દ્રભાઇ, ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતુન્યા સહિત વિશ્વના નેતાઓ ગુજરાતી પાયલોટ ઉપર ઓળ ધોળ
આટકોટ તા.૧: ગઈકાલે બનેલી ઘટનામાં ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છર દ્વારા અત્યંત બહાદુરી દેખાડવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતુન્યા સહીત દુનિયાભરના વિશ્વના અનેક નેતાઓ સહિત મોટી મોટી હસ્તીઓ દ્વારા સ્મિત ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈ સાથે થયેલ વાતચીતમાં તેમણે સ્મિતની તબિયત એકદમ સ્થિર હોવાનું જણાવ્યું છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
