તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ડોમિનિકન રિપબ્લિકમાં ગલ્ફસ્ટ્રીમ જેટ પ્લેન ક્રેશ: ઈમરજન્સી લેન્ડિંગ વખતે રનવે પર વિમાન હવામાં ફંગોળાઈ અગનગોળો બન્યું: બંને પાયલોટ ભડથું

લા રોમાના: ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે ૭ જૂને એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. પ્યુર્ટો રિકોથી આવીને અમેરિકાના ઓસ્ટિન જવા ઉડાન ભરી ચૂકેલા 'ગલ્ફસ્ટ્રીમ જી-૨૦૦ જેટ' વિમાનમાં ૧૬ નોટિકલ માઈલ દૂર અચાનક ખામી સર્જાઈ હતી. પાયલોટે ઈમરજન્સી એલર્ટ જાહેર કરી પરત લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ રનવે સાથે પૈડાં અથડાતાં જ વિમાન હવામાં ગોથું ખાઈને પ્રચંડ ધડાકા સાથે સળગી ઉઠ્યું હતું.
સદનસીબે પ્લેનમાં કોઈ પેસેન્જર ન હતા જેથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ગોઝારી ઘટનામાં બંને પાયલોટોના ઘટનાસ્થળે જ ભૂંજાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા છે. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ ભયાનક દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
