તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ગુરુ નાનકદેવ જયંતી અને કાર્તિક પૂર્ણિમાએ પાંચ દિવસના કપાલ મોચન તીર્થમાં ભક્તોનું ઘોડાપૂર : ત્રણ પવિત્ર સરોવરમાં શ્રદ્ધાનું સ્નાન: ઉમટ્યા શ્રદ્ધાળુઓ : પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોના ભાવિકોએ પવિત્ર સરોવરોમાં સ્નાન કર્યું: હિન્દુ અને શીખ સમાજની સંયુક્ત ધાર્મિક પરંપરાનું અનોખું કેન્દ્ર

યમુનાનગર, તા. ૨૪ : હરિયાણાના યમુનાનગર જિલ્લામાં આવેલા ઐતિહાસિક કપાલ મોચન તીર્થ ખાતે આજે કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનકદેવજીની જયંતી નિમિત્તે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઊમટી છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોના ભાવિકોએ પવિત્ર સરોવરોમાં સ્નાન કર્યું હતું.
૨૦થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાયેલા પાંચ દિવસના કપાલ મોચન મેળામાં દર વર્ષે આશરે ૭થી ૮ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. અહીં કપાલ મોચન, ઋણ મોચન અને સૂરજકુંડ એમ ત્રણ પવિત્ર સરોવર આવેલા છે.
ધાર્મિક માન્યતા અનુસાર ગુરુ નાનકદેવજી અને ગુરુ ગોવિંદસિંહજી પણ આ તીર્થ સાથે જોડાયેલા છે. પૌરાણિક કથાઓમાં પાંડવોના અહીં સ્નાન કરવાનો ઉલ્લેખ મળે છે. જિલ્લા વહીવટીતંત્રે મેળામાં સુરક્ષા, સ્વચ્છતા અને યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
