તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
ગુરુગ્રામનાં વાટિકા ગ્રુપની ૫૪૫ કરોડની સંપત્તિ ટાંચમાં
ઈડીએ સપ્ટેમ્બરમાં અનિલ ભલ્લા અને કંપનીનાં અન્ય પ્રમોટર ગૌતમ ભલ્લાની ધરપકડ કરી હતી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૭ : ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામની રિયલ એસ્ટેટ કંપની વાટિકા ગ્રુપનાં એક પ્રમોટરની ૫૪૫ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં દક્ષિણ દિલ્હીમાં સ્થિત એક ફાર્મ હાઉસ પણ સામેલ છે. આ સંપત્તિઓ વાટિકા સુપના ચેરમેન ક્રમ મેનેજિંગ ડાયરેક્ટર અનિલ ભલ્લા, તેમના પત્ની કંચન ભલ્લા, અનિલ ભલ્લા ફેમિલી ટ્રસ્ટ-૧, કંચન ભલ્લા ફેમિલી ટ્રસ્ટ અને ગ્રુપની અન્ય કંપનીઓની છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જારી કરવામાં આવેલ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હેઠળ દિલ્હીનાં મહરીલી વિસ્તારનાં સુલતાનપુર ફાર્મ્સમાં કંચન ભલ્લાનું પણ એક ફાર્મ ટાંચમાં લેવામાં આવ્યું છે.
કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલ કુલ સંપત્તિનું મૂલ્ય ૫૪૫.૯૬ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
