<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અધધ ! ૧૫ કિલો સોનું અને ૨૦ કરોડ રોકડા...

બસ ડ્રાઇવરના ઘરેથી નીકળ્‍યો ખજાનો : પોલીસને બધી મિલકત અને રોકડ ગણવામાં કલાકો લાગ્‍યા હતા

બીરભૂમ તા.૩૦: જ્‍યારે પણ દેશમાં ભ્રષ્ટાચારના કેસ બહાર આવે છે, ત્‍યારે નાગરિકોને એ જ વિચારે છે કે હવે આનાથી વધારે ખરાબ શું શકે. ત્‍યારે આવો જ એક કિસ્‍સો બંગાળમાં બન્‍યો. બંગાળના બીરભૂમમાં પોલીસને એક સામાન્‍ય ઘરમાંથી ખજાનો મળી આવ્‍યો છે. પોલીસને બધી મિલકત અને રોકડ ગણવામાં કલાકો લાગ્‍યા હતા.

ઈન્‍ડિયન એક્‍સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે તેમને પથ્‍થરના વેપારી તુલુ મંડલની પત્‍નીના ભાઈ અને ભૂતપૂર્વ સરકારી બસ ડ્રાઈવર મીનાર મંડલના ઘરેથી ૩૫ બોરીઓમાં ભરેલા ૨૦ કરોડ રોકડા અને લગભગ ૧૫ કિલો સોનાના બિસ્‍કિટ મળી આવ્‍યા હતા. ગુપ્ત માહિતીના આધારે, પોલીસે મંગળવારે મોડી રાત્રે દેઉચા વિસ્‍તારમાં મીનારના ઘરે દરોડો પાડ્‍યો હતો.

એક સામાન્‍ય બસ ડ્રાઈવર માટે તેના ઘરના ખર્ચાઓ પણ પૂરા કરવા મુશ્‍કેલ છે. ત્‍યારે આ વ્‍યક્‍તિના ઘરેથી આટલી મોટી રકમની સંપત્તિનો પર્દાફાશ કરવો એ પોલીસ માટે એક મોટા ગુનેગારને પકડવા જેવું હતું.

નોટોના બંડલ અને બિનહિસાબી સોનું જોઈને, પોલીસે ૫ નોટ ગણતરી મશીનો મંગાવી. સતત ડ્રોન વચ્‍ચે ચલણી નોટો ગણવાની પ્રક્રિયા શરૂ કરી, જે કલાકો સુધી ચાલી. દરમિયાન, પોલીસે સમગ્ર જથ્‍થાને સુરક્ષિત રાખવા માટે પાંચ મોટા ભારે લોખંડના બોક્‍સ મંગાવ્‍યા. આ બધા વચ્‍ચે પ્રશ્ન એ ઊભો થાય કે એક બસ ડ્રાઇવરે આટલી મોટી રોકડ અને સોનું ક્‍યાંથી લાવ્‍યું ?

પોલીસના મતે આ ઘટના પથ્‍થર ઉદ્યોગના ગેરકાયદેસર વ્‍યવહારો સાથે જોડાયેલી છે. તુલુ મંડલની એજન્‍સી પર ત્રણ જિલ્‍લાઓમાં પથ્‍થર ઉદ્યોગ માટે પ્રવેશ બિદુઓ પર કર વસૂલવાનો આરોપ છે. જ્‍યારે એજન્‍સી દ્વારા દર મહિને સરકારી તિજોરીમાં રૂા.૮૩ કરોડ જમા કરાવવાની અપેક્ષા રાખવામાં આવી હતી, ત્‍યારે ફક્‍ત રૂા.૨-૫ કરોડ જ નોંધાયા હતા.

આ ગેરકાયદેસર રીતે મેળવેલા બાકીના નફા અંગેનો જવાબ તે ૩૫ બોરીઓમાં છુપાયેલો હતો. પોલીસ દ્વારા ભ્રષ્ટાચારના આ ગંભીર કેસની તપાસ કરવામાં આવી રહી છે. રોકડ અને સોનું અને સંભવિત નાણાકીય અનિયમિતતાઓની પણ તપાસ કરવામાં આવશે.

(9:53 AM IST)