<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ઇન્‍સ્‍ટાગ્રામ પરથી ૬૦૦ રૂપિયામાં મગાવેલી હેન્‍ડબેગ પડી ૯૬,૯૯૦માં

મુંબઈની ગુજરાતી યુવતી બની સાઇબર ગઠિયાઓનો શિકાર

મુંબઈ,તા.૩૦: માટુંગા સેન્‍ટ્રલ વિસ્‍તારમાં રહેતી બાવીસ વર્ષની ગુજરાતી યુવતી સોશ્‍યલ મીડિયા પર ૬૦૦ રૂપિયામાં બ્રેન્‍ડેડ હેન્‍ડબેગ ખરીદવા જતાં તેની પાસેથી સાઇબર ગઠિયાઓએ ૯૬,૯૯૦ રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્‍યો છે. આ મામલે માટુંગા પોલીસે ગઈ કાલે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

માટુંગામાં રહેતી બાવીસ વર્ષની યુવતીએ પાંચમી મેએ ઇન્‍સ્‍ટાગ્રામ પર લેડીઝ હેન્‍ડબેગની એક જાહેરાત જોઈ હતી. એની લિન્‍ક પર ક્‍લિક કરતાં જ એ વોટ્‍સઍપ પર રીડાયરેક્‍ટ થઈ હતી, જ્‍યાંથી અજાણ્‍યા નંબર પરથી બેગના ફોટો અને પ્રાઇસ-લિસ્‍ટ મોકલવામાં આવ્‍યાં હતાં.

મોકલેલા તમામ ફોટોમાં બેગ બ્રેન્‍ડેડ કંપનીઓની હતી જેમાંથી યુવતીએ એક બેગ પસંદ કરી, જેની કિમત ૬૦૦ રૂપિયા હતી. ત્‍યાર બાદ યુવતીએ ૬૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્‍સફર કર્યા હતા અને તેને ત્રણથી ૪ દિવસમાં ડિલિવરી મળવાનું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું.

૮ મેએ યુવતીને બીજા એક અજાણ્‍યા નંબર પરથી ફોન અને મેસેજ આવ્‍યા હતા જેમાં સાઇબર ગઠિયાઓએ ઘ્‍ઞ્‍લ્‍વ્‍, કસ્‍ટમ્‍સ ટેક્‍સ, પ્રોડક્‍ટ વેરિફિકેશન અને ઍડ્રેસ વેરિફિકેશનના નામે પૈસા પડાવ્‍યા હતાં.

સાઇબર ગઠિયાઓએ યુવતીને વિશ્વાસમાં લેવા માટે એવી ખોટી ખાતરી આપી કે આ તમામ પૈસા વેરિફિકેશન પૂરું થયા બાદ તરત જ રીફન્‍ડ મળી જશે.

દોઢ મહિના સુધી એક પણ રૂપિયો પાછો ન મળતાં છેતરપિડી થઈ હોવાની ખાતરી થતાં યુવતીએ માટુંગા પોલીસ-સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

(10:14 AM IST)