<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભગવાન શ્રી સત્‍ય સાંઇબાબા જન્‍મદિન

ભગવાન શ્રી સત્‍ય સાંઇનોબાબાનો જન્‍મ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ગામમાં તા.૨૩-૧૧-૧૯૨૬ના રોજ ભારદ્વાજ ગોત્રમાં થયો હતો. બાળપણનું તેમનુ઼ નામ રાજુ હતું. તેઓ શીરડીના સાંઇબાબાનો અવતાર મનાય છે. હવે પછી તેઓ પ્રેમસાંઇના નામથી અવતાર લેનાર છે. આંધ્રપ્રદેશનું પુટ્ટપર્થી ગામ ચિત્રાવતી નદીની કિનારે વસ્‍યું છે.  આ ગામની વસ્‍તી ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલી જહશે. શ્રી સત્‍ય સાંઇબાબા નાનપણથી જ બાળકોમાં પ્રિય હતા. પોતે બહુ અભ્‍યાસ કર્યો ન હતો છતાં અનેક ભાષાઓ જાણતા હતા. નાની વયે જ તેઓ પોતાનો હાથ હવામાંહલાવીને વિભૂતિ (ભસ્‍મ) લોકેટ, વીંટી, ચોકલેટ, ફળ ઇત્‍યાદિ પ્રગટ કરતા હતા. તેઓ મોટા થયા પછી પણ આફ્રિકાના કંપાલા સિવાય કોઇ વિદેશ યાત્રાએ ગયા ન હતા. શ્રી સાંઇ બાબાના ભક્‍તોમાં અગ્રણી ફિલ્‍મ કલાકારો, સંગીતકારો, ક્રિકેટરો, નેતાઓ વિ. છે. આજે તેઓ દેહ સ્‍વરૂપે ભલે ઉપસ્‍થિત નથી પરંતુ તેમની સમાધિએ અસંખ્‍ય ભક્‍તો દર્શને આવતા રહે છે અને શ્રધ્‍ધાનાં ફૂલો ચઢાવે છે. બાબાના ભક્‍તો વિશ્‍વના ઘણા દેશોમાં વસે છે અને શ્રધ્‍ધા તથા ભક્‍તિનાં સુમન ચઢાવે છે. બાબાનું નિવાસ સ્‍થાન પુટ્ટપર્થીમાં હતું તો બીજું ૧૫ કી.મી.દુર વ્‍હાઇટ ફીલ્‍ડમાં હતું જયાં તેઓ ઉનાળા દરમિયાન નિવાસ કરવા જતા.

આંધ્રપ્રદેશનું પ્રશાંતિ નિલયમ સાંઇભક્‍તોની આસ્‍થા અને શ્રધ્‍ધાનું કેન્‍દ્ર રહ્યું છે. જેમાં પ્ર-ગાઢ તથા નિલલયમનો અર્થ શાંતિનું ધામ છે. પ્રશાંતિ નિલમય પરિસરમાં પ્રવેશતાં જ ભગવાન ગણેશજીનું મંદિર તથા ડાબીબાજુ કાર્તિકેયનું મંદિર દેખાય છે. દરરોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્‍યે પ્રભાતફેરી નીકળે છે જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ભાગ લે છે બાબા હૈયાત હતા ત્‍યારે પૂર્ણચંદ્રહોલમાં ભક્‍તોને દર્શન આપતા હતા. ભજન સમયે તેઓ ખુરશીમાંઆવીને બેસતા તથા ભક્‍તોની સમસ્‍યાઓના પત્રો સ્‍વીકારતા પુટ્ટપર્થીના વિશાળ હોલમાં ૧૦,૦૦૦ થી અધિક ભક્‍તો બેસી શકે તેવી વ્‍યવસ્‍થા છે. હાલમાં સમાધિનાં દર્શન માટે ઋતુ પ્રમાણે સમય બદલાતો રહે છે. અહીંનું વાતાવરણ કાયમ ભક્‍તિમય તથા આનંદમય રહે છે. ભકતનો બાબાની સમાધિએ પોતાનું માથું ટેકવે છે અને બાબાના આશીર્વાદ મેળવે છે.

બાબા ૧૯૬૬-૬૭માં એક વખત પોલીસ સ્‍ટેડીયમમાં પધાર્યા હતા અને લાખો ભક્‍તોને અમદાવાદની આ જગ્‍યામાં રૂબરૂ દર્શન આપ્‍યાં હતાં.

પ્રશાંતિ નિલમય સંસ્‍થામાં અનેક વિધ પ્રવૃતિઓ થાય છે. અહીંની પાણીની સખ્‍ત તંગી હતી ત્‍યારે બાબાએ ૬૦૦ કરોડમાં વોટર સપ્‍લાય સ્‍કીમ બનાવીને અમલમાં મુકી હતી. અહીં નજીકના ડુંગર પર મેડીટેશન રૂટ વિસ્‍તાર છે જેમાં ધ્‍યાનમાં બેસી શકાય છે. અહીં મોટી યુનિવર્સિટિ કાર્યરત છે. મ્‍યુઝીયમ પણ જોવા લાયક છે. અહીંની વિશાળ ગોૈશાળા ‘ગોકુલ' નામથી જાણીતી છે. આ વિસ્‍તારનું કલ્‍પવૃક્ષ એક આંબલીનું વૃક્ષ છે. જ્‍યાં બાબા નાનપણમાં વિદ્યાર્થીઓને પોતાના હાથમાંથી વસ્‍તુઓ લાવી આપતા હતા. અહીંની વિશાળ, આધુનિક, શાંત તથા સ્‍વચ્‍છ શ્રી સત્‍ય સાંઇ હાર્ટ હોસ્‍પિટલ છે જયાં નિઃશુલ્‍ક હૃદયનાં ઓપરેશનો થાય છે.

રાજકોટમાંકાલાવડ રોડ નજીક આત્‍મીય યુનિવર્સિટીની પાછળ પણ સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલ આવેલી છે. અહીં રવિવારે સાંઇ કિર્તન થતાં હોય છે. રાજકોટમાં જંકશન પ્‍લોટમાં દર બુધવારે કેન્‍દ્રમાં ભજનો થાય છે. સત્‍ય સાંઇ ક્રિષ્‍ન હોલ ખાતે ભકતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે. આ સિવાય સમયાંતરે લક્ષાચિનના વચનઃ ‘‘જયાં સુધી હું બોલવું નહીં ત્‍યાં સુધી કોઇ વ્‍યક્‍તિ પ્રશાંતિ નિલમય આવી શકે નહીં''

બાબાના વાળ ધુમરાળા વાળા તથા કાળા હતા. તેઓ આખા શરીરનો લાંબો ઝબ્‍બો (ગાઉન) પહેરતા. તેઓ વર્ષો અગાઉ શિવરાત્રીએ પોતનાં મોઢામાંથી શિવલીંગ કાઢતા. તેઓ પોતે પણ ભજનો ગાતા. પુટ્ટપર્થીમાં દર્શને આવતા ભક્‍તો માટે રહેવાની સુંદર વ્‍યવસ્‍થા છે. જામનગર તથા મોરબી નજીક શ્રી સત્‍યસાંઇ સ્‍કુલ પણ ચાલી રહી છે. જામનગરના રાજમાતા ગુલાબ કુંવરબા પણ પ્રખર સાંઇ ભક્‍ત હતા. બાબાના જન્‍મને ૧૦૦ વર્ષ પુર્ણ થઇ ચુક્‍યાં છે અને તા. ૨૩/૧૧ ના રોજ ૧૦૧મું વર્ષ બેસનારછે ત્‍યારે આપણે બાબાનાં ચરણોમાં ભાવપૂર્વક અંજલી આપીને તેમના આશીર્વાદ મેળવીએ. જય સાંઇ રામ !

ભરત અંજારિયા

મો. ૯૫૧૨૭ ૧૭૮૫૪

(4:19 PM IST)