તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
હરિયાણાના 'ડિજિટલ અરેસ્ટ' સાયબર ફ્રોડના મુખ્ય આરોપી શંકર પંસારી ઉર્ફે શંકર રાજપૂતને CBIએ રાજકોટથી દબોચ્યો
આરોપીએ એક વરિષ્ઠ નાગરિકને ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને ₹25.65 લાખ પડાવી લીધા હતા.

હરિયાણાના કરનાલના રહેવાસી અને 'ડિજિટલ અરેસ્ટ' સાયબર ફ્રોડના મુખ્ય આરોપી શંકર પંસારી ઉર્ફે શંકર રાજપૂતની CBI દ્વારા રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક વરિષ્ઠ નાગરિકને ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને ₹25.65 લાખ પડાવી લીધા હતા
- શંકર પંસારી ઉર્ફે શંકર રાજપૂત (રહેવાસી: કરનાલ, હરિયાણા)ની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રાજકોટથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
- આંતરરાષ્ટ્રીય કક્ષાનું 'ડિજિટલ અરેસ્ટ' સાયબર ફ્રોડ કેસમાં મધ્યપ્રદેશના ભોપાલ સાયબર ક્રાઇમ યુનિટમાં નોંધાયેલા આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBIને સોંપવામાં આવી હતી
- બદમાશો વરિષ્ઠ નાગરિકોને કાયદાકીય એજન્સીના નામે ફોન કરતા હતા.
- તેમના મોબાઇલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ડર બતાવતા હતા.
- ભોગ બનનારને ઓનલાઇન 'ડિજિટલ અરેસ્ટ' (નજરકેદ) રાખીને નાણાં ટ્રાન્સફર કરવા મજબૂર કરતા હતા
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
