તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
પરમિટ લેવાની ઝંઝટ ખતમઃ સરકારે આપી મોટી રાહતઃ ૧ વર્ષ સુધી છૂટ આપી
જો તમે ઇલેક્ટ્રિક ટેક્સી, બસ, ટ્રક અથવા બીજા કોમર્શિયલ વાહનો ચલાવો છો તો આપના માટે એક સારા સમાચાર

નવી દિલ્હી,તા.૯: જો તમે ઇલેક્ટ્રિક ટેક્સી, બસ, ટ્રક અથવા બીજા કોમર્શિયલ વાહનો ચલાવો છો તો આપના માટે એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે આવા વાહનો માટે લાગુ પરમિટ છૂટને એક વર્ષ માટે વધારી દીધી છે. એટલું જ નહીં, હવે આ સુવિધા ખાલી ઇલેક્ટ્રિક વાહનો સુધી જ મર્યાદિત રહેશે નહીં. ઇથેનોલ, મેથેનોલ અને હાઇડ્રોજન જેવા વૈકલ્પિક ઇંધણથી ચાલતા કોમર્શિયલ વાહનોને પણ તેનો ફાયદો મળશે. સરકારનું માનવું છે કે જો ઓછા પ્રદૂષણ ફેલાવતા વાહનો માટે નિયમ હળવા કરવામાં આવે તો લોકો ઝડપથી આવા વાહનોને અપનાવશે. તેનાથી પરિવહન ક્ષેત્રમાં સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વધશે અને પરિચાલન ખર્ચો પણ ઓછો થશે.
દેશમાં કેટલાય પ્રકારના કોમર્શિયલ વાહનોને અલગ અલગ રાજ્યોમાં સંચાલન માટે નેશનલ પરમિટ અથવા ઓલ ઇન્ડિયા ટૂરિસ્ટ પરમિટની જરૂર પડે છે. આ પરમિટ માટે અરજી, દસ્તાવેજ અને ફી જેવી ઔપચારિકતા પૂરી કરવી પડે છે. સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક અને હવે અન્ય વૈકલ્પિક ઇંધણવાળા કોમર્શિયલ વાહનોને આ પરમિટની અનિવાર્યતાથી છૂટ આપી દીધી છે. એટલે કે આ વાહનોના ઓપરેટરોને કેટલાય કિસ્સામાં પરમિટ લેવાની જરૂર પડશે નહીં. જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.
કયા વાહનોને ફાયદો મળશે સરકારના આ નવા નિર્ણય અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપરાંત ઇથેનોલ, મિથેનોલ અને હાઇડ્રોજનથી ચાલતા કોમર્શિયલ વાહન અને માલ સપ્લાય કરનારા વાહનોને પણ આ છૂટનો લાભ મળશે. તેનો ફાયદો ટેક્સી ઓપરેટર, બસ કંપનીઓ, લોજાિસ્ટિક્સ કંપનીઓ, ટ્રાન્સપોર્ટર અને માલવાહક વાહનોના માલિકને થશે.
શું તમારી પર્સનલ કાર પણ પરમિટ વિના ચાલી શકશે? જો આપની પાસે ખાનગી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક અથવા બીજી કાર છે તો આ નિર્ણયથી આપના નિયમોમાં કોઈ બદલાવ થશે નહીં. હકીકતમાં જોઈએ તો, આ છૂટ ખાલી કોમર્શિયલ ઉપયોગવાળા વાહનો માટે છે. ખાનગી કારોને પહેલાથી આ પ્રકારના કોમર્શિયલ પરમિટની જરૂર હોતી નથી. એટલા માટે આ નિર્ણયની તેમના પર કોઈ અસર થશે નહીં.
સરકારનો ઉદ્દેશ્ય શું છે? સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ઇલેક્ટ્રિક મોબિલિટી અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા પર સતત ભાર આપી રહી છે. તેમનો ઉદ્દેશ્ય પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ પરિવહનને વધારવાનો છે. સરકારનું માનવું છે કે, જો પરમિટ જેવી પ્રક્રિયા સરળ થશે તો ટ્રાન્સપોર્ટ કંપનીઓ ઇલેક્ટ્રિક, ઇથેનોલ, મિથેનોલ અને હાઇડ્રોજન આધારિત વાહનોને ઝડપથી અપનાવશે. તેનાથી લોજિસ્ટિક્સ સેક્ટરનો ખર્ચો ઓછો થશે અને પર્યાવરણને પણ તેનો ફાયદો મળશે.
ક્યાં સુધી આ છૂટ મળશે? સરકારે આ છૂટનો સમય એક વર્ષ સુધી વધારી દીધો છે. એટલે કે હાલમાં આ વ્યવસ્થા જૂલાઈ ૨૦૨૭ સુધી લાગૂ રહેશે. આ દરમ્યાન પાત્ર કોમર્શિયલ વાહન પરમિટ વિના નિર્ધારિત નિયમો અંતર્ગત ચલાવી શકશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
