તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 20th April 2026
વર્લ્ડ રેકોર્ડ બનાવવા ૧૬ વર્ષથી નખ કાપ્યા નથી
લાંબા નખને કારણે છોકરી નથી મળતી : ડાબા હાથના નખની કુલ લંબાઈ ૪૩ ઇંચ સુધી પહોંચી ગઈ છે

જનકપુરધામ,તા.૨૦: નેપાલના જનકપુરધામમાં રહેતા ૩૩ વર્ષના દિનેશસિહ યાદવના જીવનમાં એક જ પેશન છે . નખ લાંબા કરીને કોઈ પણ રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વૈશ્વિક સ્તરે પોતાનું નામ બનાવવું.
દિનેશભાઈએ છેલ્લાં ૧૬ વર્ષથી ડાબા હાથની આંગળીઓના નખ કાપ્યા નથી. તેમનું લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડ છે અને એ માટે તેઓ કંઈ પણ કરવા અને અનલિમિટેડ રાહ જોવા તૈયાર છે. હાલમાં તેમના ડાબા હાથના નખની કુલ લંબાઈ ૪૩ ઇંચ સુધી પહોંચી ગઈ છે. સૌથી લાંબો એક નખ નવ ઇંચનો છે. આ અનોખા શોખને કારણે તે દર મહિને નખની સારસંભાળ પણ રાખે છે. નખ બટકાય નહીં એ માટે તેલ લગાવે છે અને નેઇલ પોલિશ પણ કરે છે. નખ માટેના ક્રેઝને કારણે કોઈ છોકરી તેમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. ૩૩ વર્ષની ઉંમરે હવે તેમના સામાજિક સંબંધો પણ છૂટી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક જ પ્રાયોરિટી છે - વિશ્વમાં લાંબા નખ માટે નામ બનાવવું. આમ તો અકાઉન્ટન્ટનું ભણેલા દિનેશસિહ એક હાથે ખેતીનું દૈનિક કાર્ય ખૂબ સારી રીતે કરી લે છે. તેમનું આ પેશન જોઈને અમેરિકામાં રહેતો તેમનો એક પ્રશંસક આર્થિક સહાય પણ કરે છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
