તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કાળઝાળ ગરમીમાં ખુલ્લી મૂકી રખડતા કૂતરાઓને સૂવા માટે પોતાની દુકાન

ચેન્નાઈ,તા.૨૯: ભારતનાં મોટા ભાગનાં રાજ્યો આગની ભઠ્ઠીમાં તપી રહ્યાં છે. એવામાં તામિલનાડુમાં એક દુકાનદાર પોતાની દુકાનમાં રખડુ કૂતરાઓને બપોરના સમયે આશરો આપે છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આમેય ગરમીને કારણે બપોરે ઘરાકી હોતી નથી એવામાં દુકાનદારે કૂતરાઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે. દુકાનના ફલોરથી લઈને કાઉન્ટર પર રખડતા કૂતરાઓ આરામ ફરમાવતા જોવા મળે છે. પ્રાણીપ્રેમીઓ આ દયાળુ દુકાનદારની દિલેરી પર ઓવારી ગયા છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
