તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જેને પત્ની સમજી તે એ નીકળ્યો ! દુલ્હાની ભાભી દુલ્હનને દાઢી કરતા જોઈ ગઈ અને ભાંડો ફૂટયો
મધ્યપ્રદેશના શાજાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : લગ્નના ૨૫ દિવસ વિતી ગયા બાદ પતિને ખબર પડી કે તેની પત્ની હકીકતમાં ટ્રાન્સજેન્ડર છે

શાજાપુર તા.૩૦: મધ્યપ્રદેશના શાજાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના ૨૫ દિવસ વિતી ગયા બાદ પતિને ખબર પડી કે તેની પત્ની હકીકતમાં ટ્રાન્સજેન્ડર છે. ૩૨ વર્ષીય પતિએ આરોપ લગાવ્યો છે કે, તે તેની પત્નીને શેવિગ કરતા જોઈ ગયો હતો. આ ઉપરાંત તેનો દાવો છે કે, લગ્ન પહેલાં તેમનાથી આ હકીકત છુપાવવામાં આવી હતી. આ મામલે તેણે સાસરિયાના પાંચ સભ્યો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
પતિની ફરિયાદ મુજબ, શાજાપુરમાં શાકભાજી વેચતા યુવકનો સંબંધ પાડોશી મારફતે રાજગઢ જિલ્લાના પચોરની યુવતી સાથે નક્કી થયો હતો. યુવકના પરિવારનો દાવો છે કે, તેઓ આગામી વર્ષે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કન્યાપક્ષે વહેલા લગ્ન માટે આગ્રહ કર્યો હતો. ત્યારબાદ ૨૯ જૂનના રોજ હિદુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાયા. વરપક્ષનો આરોપ છે કે લગ્નમાં અંદાજે રૂા. ૫ લાખનો ખર્ચ કરાયો હતો અને કન્યા પક્ષને ૧ લાખ રૂપિયા રોકડા પણ અપાયા હતા. પતિના જણાવ્યા મુજબ, લગ્નની પ્રથમ રાત્રે તેની પત્નીએ માસિક ધર્મનું કારણ આપીને શારીરિક સંબંધ ટાળ્યો હતો. બીજા દિવસે પણ તેણે પેટમાં દુખાવાનું કારણ આપ્યું હતું. ત્યારબાદ ૨ જુલાઈએ તે પિયર જતી રહી હતી અને ૨૩ જુલાઈએ ફરી સાસરે પરત આવી હતી. પિયરથી પરત આવ્યા બાદ યુવકની ભાભી તેને શેવિગ કરતાં જોઈ ગઈ હતી, જે પરિવારને શંકા ગઈ કે પત્ની ટ્રાન્સજેન્ડર હોઈ શકે છે અને લગ્ન પહેલાં આ માહિતી છુપાવવામાં આવી હતી.
પતિનો આરોપ છે કે, ૨૪ જુલાઈએ આ અંગે સાસરિયાઓને જાણ કરીને પત્નીને પરત લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, સાસરિયાઓ શાજાપુર પહોંચ્યા બાદ વાતચીત કરવાની જગ્યાએ વરપક્ષના પરિવાર સાથે મારપીટ કરી અને ગાળો આપી હતી. જે બાદ યુવકે ૨૫ જુલાઈએ સાસરિયા પક્ષના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસનું કહેવું છે કે, સંબંધિત વ્યક્તિ ટ્રાન્સજેન્ડર છે કે નહીં, તેની પુષ્ટિ માત્ર તબીબી તપાસ બાદ જ થઈ શકે. જો ફરિયાદમાં કરાયેલા આરોપો સાચા સાબિત થશે તો આરોપીઓ સામે છેતરપિડી સહિતની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરાશે.
નોંધનીય છે કે, તાજેતરમાં રાજકોટમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. ગત ૨૫ જૂન ૨૦૨૬ના રોજ શાપર વેરાવળ ખાતે એક મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પિયુષકુમારને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચંદન સાથે પ્રેમ થયો હતો. ચંદને પોતાને યુવતી તરીકે રજૂ કર્યો હતો અને ગે હોવાની વાત છૂપાવી હતી. જોકે, એક દિવસ પિયુષ ચંદનને શેવિગ કરતા જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. જે પછી બંને વચ્ચે ત્રણ વર્ષ સુધી વિવાદ ચાલ્યો હતો. છેલ્લે પિયુષે ચંદન પર મોટા પથ્થરોથી હુમલો કરી તેને મોતના ઘાટ ઉતાર્યો હતો.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
