News of Friday, 26th June 2026
બેઇજિંગમાં કાળજું કંપાવનારી આકાશી આફત: ચીનની ૧૦૯ માળની સૌથી ઊંચી ઇમારત સાથે અથડાયું વિમાન!
૧,૭૩૨ ફૂટ ઊંચા ગગનચુંબી ‘CITIC ટાવર’ સાથે નાનું એરક્રાફ્ટ ભટકાતાં મચી ભારે અંધાધૂંધી: ગગનચુંબી બિલ્ડિંગમાં પડ્યું મોટું ગાબડું

બેઇજિંગ: ચીનની રાજધાની બેઇજિંગના હૃદય સમાન ગુઓમાઓ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં એક અત્યંત ભયાનક અને ચોંકાવનારો આકાશી અકસ્માત સર્જાયો છે. શહેરની સૌથી ઊંચી અને પ્રખ્યાત ૧૦૯ માળની ગગનચુંબી ઇમારત 'CITIC ટાવર' (જે વિશ્વભરમાં 'ચાઇના ઝુન' તરીકે પણ જાણીતી છે) સાથે એક નાનું વિમાન અચાનક હવામાં નિયંત્રણ ગુમાવીને પ્રચંડ વેગે અથડાયું હતું. ૧,૭૩૨ ફૂટ ઊંચી આ આલીશાન ઇમારત સાથે વિમાન ભટકાતા જ સમગ્ર વિસ્તાર શક્તિશાળી ધડાકાથી ધ્રુજી ઊઠ્યો હતો અને બિલ્ડિંગના ઉપરના ભાગમાં મોટું ગાબડું પડી ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોતાં જ આસપાસના રસ્તાઓ પર અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી, અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આખી ઇમારતને ખાલી કરાવવાની ફરજ પડી હતી.
આ હૃદયદ્રાવક ઘટનાના જે વીડિયો અને તસવીરો સામે આવ્યા છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં અકસ્માતની તીવ્રતા સ્પષ્ટ જોઈ શકાય છે. ક્રેશ થયેલું વિમાન 'સનવર્ડ SA 60L ઓરોરા લાઇટ એરક્રાફ્ટ' (B-12PP) હોવાનું ઓળખાયું છે, જેની પાંખો અને અન્ય લોખંડી કાટમાળ બિલ્ડિંગ સાથે અથડાયા બાદ નીચે વ્યસ્ત રસ્તાઓ પર પડ્યો હતો. જમીન પર કાટમાળ પડવાને કારણે નીચેથી પસાર થઈ રહેલા કેટલાક સામાન્ય નાગરિકો અને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચીનની ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓ અને એવિએશન ઓથોરિટીએ ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે, જો કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીના કારણે થયો છે કે પછી કોઈ અન્ય મોટું ષડયંત્ર છે, તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
