News of Thursday, 26th November 2026
પંજાબના મોગામાં હૃદયદ્રાવક ઘટનાઃ નશાની લત ધરાવતા પુત્રએ ગાઢ નિદ્રામાં રહેલા ૭૦ વર્ષના પિતાની ગોળી મારી હત્યા કરી
નશા માટે પૈસાની વારંવાર માગણી કરતો હતો પુત્રઃ બહેન સહિત પરિવારજનોના ગંભીર આક્ષેપો બાદ પોલીસ દ્વારા હત્યાના સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી

મોગા : પંજાબના મોગા શહેરની તાંગેવાળી ગલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ૭૦ વર્ષના કુલદીપસિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ તેમના પુત્ર હેપ્પી ઉપર હત્યાનો ગંભીર આરોપ મૂક્યો છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર હેપ્પી નશાનો આદી હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પૈસા નહીં મળે ત્યારે ઘરમાં ઝઘડો કરતો હતો.
મૃતકની પુત્રીએ પણ જણાવ્યું હતું કે તેનો ભાઈ પૈસા માટે પિતાને પરેશાન કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસ પરિવારજનોનાં નિવેદનો નોંધી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
